Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

એક પરમ સાધુની નિંદા બંધ કરો, એમને સતાવાનું બંધ કરોઃ એમાં જ તમારૂ કલ્યાણ છેઃ પ્રેમથી હરી ભજો એ જ વિનંતી

 પૂ. મોરારીબાપુની ટીકા કરનાર અને બાપુ વિશે ન શોભે  તેવું  બોલનારા ધાર્મિક  સંપ્રદાયના સ્વામીને કહેવાનું કે પહેલા તમે તમારા નામમાં વિવેક શબ્દ રાખ્યો છે એ વિવેક જીવનમાં લાવો. બાપુ પરમ સાધુ છે.  બાપુ સનાતન ધર્મ માટે પોતાનું લોહી રેડી રહ્યા છે. બાપુએ અમને સત્ય પ્રેમ અને કરૂણાના પાઠ ભણાવ્યાછે. અમને સંવાદ શીખવ્યો છ.ે  વિવાદ અપવાદ અને દુર્વાદ નહી. બાપુએ અમને ઇર્ષા નિંદા અને દ્વેષ ન કરવાના પાઠ શીખવ્યા છ.ે  માટે  બાપુ માટે જે શબ્દ પ્રયોગ કરો છો તે અમે બાપુના શિષ્ય તરીકે બીલકુલ સહન ન કરી શકીએ. આ નિવેદનોને  અમે શખ્ત શબ્દોમાં વખોડીયે છીએ.

માત્ર ભગવા પહેરવાથી સાધુ થવાતું નથી. બાપુ પરમ સત્ય કહી રહ્યા છે. તેઓ પરમ સાધુ છ.ે

સનાતન ધર્મના આસરે આગળ વધી સનાતન ધર્મના જ મૂળ કાપવાનું કામ કરવાનું રહેવા દયો. પરંપરા તો ચાલતી જ રહેવાની, પરંતુ પોતાની માન્યતા, પોતાની પરંપરા જ સર્વોપરી છે અને તે માટે ગમે તે હદે જવું તે કેટલું વ્યાજબી છે? માકઁંડ ઋષિ હજારો વર્ષ પૂર્વે થઇ ગયા છે ત્યારે ર૦૦ વર્ષ પૂર્વે તેઓ નામ પાડવા આવ્યા હતા તેવું કહેવું કેટલું ઉચિત છે ? પરાપૂર્વમાં દાનવોનું કાર્ય ભારતની ઋષિ પરંપરાનેત્રાસ આપવાનું, વૈદિક પરંપરાને તોડવાનું હતું. સાંપ્રત સમયમાં પૂ. બાપુ મોરારી સ્વરૂપે આવી, આવી વિચારધારાના ધ્વંસ માટે અવતાર લીધો છે. પૂ. બાપુના મોરારી શબ્દનો અર્થ સમજવાની ક્ષમતા કેળવો.

સનાતન ધર્મશ્રેષ્ઠીઓને મારી પ્રાર્થના છે કે હવે સમય આવ્યો છે, આગળ આવો, કંઇક બોલો, નહિ તો આવનારી આપણી પેઢીઓ-આપણા સંતાનો સનાતન પરંપરાથી દૂર થતા જશે, દૂર કરી દેવાશે. સમય જાગવાનો આવી જ ગયો છે, તમારૃં મૌન હવે સહન થાય તેમ નથી... અસ્તિત્વની પણ માંગ છે કે સનાતન વિચારધારા ઉપરના કુઠારાઘાતનો ખુલ્લામાં આવી સામનો કરો.

જેમણે રાધા-કૃષ્ણને ઇષ્ટ દેવ માનવા કહ્યું છે તેઓ ખૂદ પણ આ ચાલી રહેલ પ્રવૃત્તિથી કયારેય ખુશ હોઇ શકે નહિ. તમે જેને ઇષ્ટ માનો છો એનું ભજન કરો, એમાં જ સર્વનું કલ્યાણ સમાયેલું છે.

સમય આવી ગયો છે હવે ચુપ રહેવુ ન પોષાય. બાપ જાગો. જો મુંગા મોઢે જોતા રહેશુ તો અસ્તિત્વ આપણને, પણ માફ નહી કરે. બાપુ સનાતન પરંપરાના જતન માટે પોતાના પ્રાણ રેડે છે. અમે બાપુની સાથે જ છીએ. સનાતન ધર્મ માટે બાપુ માટે પ્રાણ આપવા પણ તૈયાર છીએ.

સનાતન ધર્મના આ આદિ અનાદિ અક્ષય વડને કોઇ કંઇ નહી કરી શકે. તમે જેને માનતા હો એને માનો, એને ભજો અમને કોઇ વાંધો નથી, પણ વૈદિક પરંપરાને તોડવાની પ્રવૃત્તિ બંધ કરો. રામચરિત માનસમાં ખૂદ મહાદેવજી કહે છે.

સાધુ અવગ્યા તુરત ભવાનિI

કર કલ્યાણ અખિલ કી હાનીII

(સુંદર કાન્ડની ચોપાઇ)

માટે એક પરમ સાધુની નિંદા બંધ કરો, એમને સતાવવાનું બંધ કરો એમા જ તમારૃં કલ્યાણ છે. બસ પ્રેમથી હરિ ભજો એ જ વિનંતી. બાપુની વાટીકાના પુષ્પ તરીકે આ  વાત લખી રહ્યો  છું. હું ૧૯૮૪ થી પુજય બાપુ માત્ર એક ને જ સદ્દગુરૂ તરીકે માની રહ્યો છું.  ભલે બાપુ કોઇ ને શિષ્ય તરીકે સ્વીકારતા નથી. જય સીયારામ

      -મુકુન્દ બદિયાણી

   સિનીયર પત્રકાર  બ્યુરોચીફઃ અકિલા જામનગર

(12:59 pm IST)