Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

જામનગરના ખીમરાણામાં પત્નીએ દારૂના પૈસા ન આપતા દુદાભાઇ માંડવીયાનો આપઘાત

જામનગર, તા. ૧૦ : ખીમરાણા ગામે રહેતા કિશોરભાઈ દૂદાભાઈ માંડવીયા, ઉ.વ.૩૭, એ પંચ એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમા જાહેર કરેલ છે કે, તા.૯-૯-૧૯ ના આ કામે મરણજનાર દૂદાભાઈ ધરમશીભાઈ માંડવીયા, ઉ.વ.પ૮, રે. ખીમરાણા ગામ, તા.જિ. જામનગરવાળા તેમની પત્ની પાસે દારૂ પીવાના પૈસા માંગતા તેમની પત્નીએ પૈસા ન આપતા ઝઘડો થતા તેમને મનમાં લાગી આવતા ઘરેથી નીકળી જઈ અને ખીમરાણા ગામે રામાપીરના મંદિરની પાછળ આવેલ વડા વૃક્ષની ડાળીમાં સફેઘ્ કપડા વડે પોતે પોતાના હાથે ગળાફાંસો ખાઈ લેતા મરણ ગયેલ છે.

ગાગવાધારાના પાટીયા પાસે ઈંગ્લીશ દારૂ સાથે એક ઝડપાયો

જામનગર : મેદ્યપર પોલીસ સ્ટેશનમાં કોન્ભ. જગદીશભાઈ હરજીભાઈ મકવાણા એ ફરીયાદ નોંધાવી છે કે, તા-૯-૯-૧૯ ના મોટી ખાવડી સીમ ગાગવાધારા પાટીયા પાસે આ કામના આરોપી રામેશ ઉર્ર્ફેે રાહુલ રામભાઈ બગડા, રે. સિકકાગામવાળ પોતાના કબ્જામાં ગેરકાયદેસર પાસ પરમીઢ વગર ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ નંગ -૧, સીલ તૂટેલ કિંમત રૂ.૪૫૦ નો લઈ નીકળતા ઝડપાઈ ગયેલ છે.

ધ્રોલમાં જૂગાર રમતા સાત શખ્સ ઝડપાયા

દલ પોલીસ સ્ટેશનમાં કોન્સ. રણજીતસિંહ હેમુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૯-૯-૧૯ના ચામુંડા પ્લોટ, લતીપુર રોડ, વાછરાડાડાના મંદિર પાસે જાહેરમાં આ કામના આરોપીઓ ઉગાભાઈ કારાભાઈ સેજૂ, રાહુલભાઈ ઘેલાભાઇ વાઘેલા, ભરતભાઈ દિલીપભાઈ રેશીયા, જયેશભાઈ દેવજીબાઈ વાદ્યેલા, કાન્તીભાઈ પેમજીભાઈ વઘેરા, નીતીનભાઈ ટાભાભાઈ વાઘેલા, કનુભાઈ નાનજીભાઈ વાથેલા, રે. ધ્રોલવાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જૂગાર ૨મી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૩૫૦૦/- તથા મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

વનાણા ગામે જૂગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં કોન્સ. નવલભાઈ નારણભાઈ આશાણીએ ફરીયાદ નોંધાવી છે કે, તા.૯-૯-૧૯ના વનાણા ગામે આ કામના આરોપીઓ રતાભાઈ મયાભાઈ ખીટ, વિક્રમભાઈ અજાભાઈ આંબલીયા, સોમતભાઈ ગીલાભાઈ, વાછાભાઈ મયાભાઈ ખીટ, રે. વનાણાબામવાળા જાહેરમાં ગંજીપતાના પાના વડે તીનપતી રોનયોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૨૩૫૫૦/- ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

 પટેલ પાર્કમાં ઈગ્લીશ દારૂની બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

અહીં સીટી એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. ગૌતમભાઈ પ્રેમજીભાઈ મકવાણાએ ફરીયાદ નોંધાવી છે કે, તા.૯-૯-૧૯ના પટેલ પાર્ક સાંઈબાબા મંદિર પાસે આ કામના આરોપી દિલીપ ઉર્ફે રાજા કારાભાઈ પરમાર એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટતી ઈગ્લીશ દારૂની કાચની કંપની શીલબંધ બોટલ નંગ-૧, કિંમત રા.૫૦૦/- તથા બીયર બોટલ નં-૨, કિંમત રૂ.૩૦૦/- મળી ફૂલ રૂ.૮૦૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

સિદસર ગામે જૂગાર રમતા દસ શખ્સો ઝડપાયા

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ, ધર્મેશભાઈ બટુભાઈ મોરી એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૯-૯-૧૯ના સિદસર ગામે સોસાયટી મહતીયા પ્લોટ વિસ્તારમાં હરેશભાઈ દિનેશભાઈ વધેરાના રહેણાક મકાનની બહાર આ કામના આરોપીઓ ચિરાગભાઈ મનસુખભાઈ મકવાણા, હાસંમભાઈ ફકડીરમહમદભાઈ શેખ, સંજયભાઈ પ્રવિણભાઈ વધેરા, હસનભાઈ મહમદભાઈ શેખ, કાનજીભાઈ કારાભાઈ ચાવડા, પ્રવિણભાઈ મેપાભાઈ વદ્યેરા, હસમુખભાઈ કરશનભાઈ રાઠોડ, ધવલભાઈ ભરતભાઈ મકવાણા, લલીતભાઈ હીરાભાઈ લીબોલા, હરેશભાઈ દિનેશભાઈ વઘેરા, રે. સિદસર ગામવાળા સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર ૨મી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રા.૧૧૨૩૦/- ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ઝડપાઇ ગયેલ છે.

માનસીક બીમારી કંટાળી જઈ યુવતિએ આયખું ટુકાવ્યુ

સીંગચ ગામે રહેતા દેવરોભાઈ સૂરાભાઈ મૌરી, ઉ.વ.પુખ્ત એ મેઘપર પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.્ન-૯-૧૯ ના આ કામે મરણ જનાર સુરતાણ્ીબેન સૂરાભાઈ મોરી, ઉ.૧.૩૦, રૈ. સીંગચ ગામ, તા.લાલપુર, જિ.જામનગર વાળા ને છેલ્લા છ માસથી માનસીક બીમારીથી કંટાળી જઈ પોતે પોતાના હાથે કેરોસીન રેડી આખા શરીરે દાઝી જતા સારવાર દરમ્યાન મરી ગયેલ છે.

(12:58 pm IST)