Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

ભાવનગર જિલ્લા ખેલ મહાકુંભમાં સ્કેટીંગમાં બીજુ સ્થાન મેળવતી માધવી

ભાવનગર તા.૧૦:મૂળ ભાવનગર કે. એસ.એમ સ્પોર્ટ્સ કોમ્પ્લેકસ ના ખેલાડી અને નડિયાદ જે.એસ.આયુર્વેદ મેડિકલ કોલેજ, સેકન્ડ યર ના વિદ્યાર્થીની માધવી ઓમભાઈ ત્રિવેદી એ કોચ સંજય સર ના માર્ગદર્શન હેઠળ આજ સુધી માં સ્કેટિંગ માં શહેર-જિલ્લા અને રાજય કક્ષા એ રમી ૪ ગોલ્ડ,૩ સિલ્વર,૫ બ્રોન્ઝ મેડલો મેળવી તેમની શાળા,કોલેજ અને પરિવાર નું ગૌરવ વધારેલ છે.

જિલ્લા કક્ષાનો સ્કેટિંગ ખેલમહાકુંભ ૨૦૧૯ સ્પર્ધાં માધવી ત્રિવેદી એ ૫૦૦ અને ૧૦૦૦ મીટર કવોડ સ્કેટિંગ ની બન્ને કોમ્પીટીશન માં બીજા ક્રમે રહી રોકડ ઇનામ મેળવવા પાત્ર બની તેમની સ્કેટિંગ કુચ જાળવી રાખી.

અત્રે ઉલ્લેખનીય છે કે તેમની નાની બહેન પ્રિયંકા ત્રિવેદી નેશનલ યોગા પ્લેયર છે તેમજ થોડા સમય પહેલા માત્ર ૯ વર્ષ ની ઉંમરે ભાવનગર અને ભારત નું નામ યોગ માં આંતર રાષ્ટ્રીય સ્તરે ઉજ્જવળ કરનાર ઋચા પણ તેમની નાની બહેન છે.અને ભાઈ ઋષિ ત્રિવેદી શહેર ની એકેડમી માં ક્રિકેટ રમી રહ્યા છે.

ભાવનગર જિલ્લા કક્ષા એ મેળવેલ સફળતા બદલ માધવી ત્રિવેદી ને તેમની જે.એસ આયુર્વેદ મહાવિદ્યાલય ના મેનેજમેન્ટ તથા સ્ટાફ, કે.એસ.એમ સ્પોર્ટ્સ કોપ્લેકસ ના ખેલાડીઓ,કોચ સંજય સર તથા પરિવાર સહિત સર્વે એ  શુભેચ્છાઓ પાઠવેલ છે.

(11:45 am IST)