Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

હળવદના બુટવડા પ્રાથમિક શાળાના શિક્ષકને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત

હળવદ,તા.૧૦: મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી ની કચેરી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા શિક્ષક દિનની અનોખી ઉજવણી કરવામાં આવી હતી

હળવદ તાલુકાના બુટવડા ગામે આવેલ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવતા હરમીત કુમાર જશવંતભાઈ પટેલ ને ગઈ કાલે મોરબી ખાતે શિક્ષક દિન નિમિત્ત્।ે યોજાયેલ શ્રેષ્ઠ શિક્ષકોના વિશિષ્ટ સન્માન પ્રસંગે તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતાં

શિક્ષક હરમિતકુમાર પટેલને રૂ ૫૦૦૦ અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક થી સન્માનિત કરવામાં આવતા શાળા પરિવાર તેમજ બુટવડા ગ્રામ પંચાયતના સરપંચ સહિતનાઓ દ્વારા શાળાનું અને ગામનું ગૌરવ વધારવા બદલ અભિનંદન સાથે જ હરમિતભાઈને મળેલ રૂપિયા ૫૦૦૦શાળાના બાળકોના વિકાસ માટે શાળામાં જ અર્પણ કર્યા હતા

અત્રે ઉલ્લેખનીય છે કે અંતરીયાળ વિસ્તારમાં બુટવડા ગામઆવેલ છે શાળામાં શિક્ષક હરમિત કુમાર દ્વારા અને ક પ્રશંસનીય કાર્યો કર્યા છે જેમાં ગુણોત્સવ ૭ અને ૮ માં શાળામાં એ ગ્રેડ મેળવવામાં સફળતા મેળવેલ સાથે જ વર્ષ ૨૦૦૭ પહેલા ગામના બાળકો ધોરણ સાત સુધી જ અભ્યાસ કરતા વાલીઓ આગળ અભ્યાસ અર્થે બહારગામ મોકલતા નહીં આજે ધોરણ આઠ પછી કુમાર અને કન્યા ને ધોરણ નવ માટે બહારગામ અભ્યાસ અર્થે મોકલી રહ્યા છે જે જાગૃતિ લાવવામાં પણ મહત્વનો ફાળ આપ્યોહતો. શાળામાં ટેકનોલોજીનો પણ ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે શાળામાં સો ટકા બાળકો કોમ્પ્યુટર લેબ નો ઉપયોગ જાતે જ કરે છે તેમજ તમામ બાળકો જ્ઞાનકુંજ પ્રોજેકટ નો પણ ઉપયોગ કરે છે.

(11:45 am IST)