Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

જોડિયામાં નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા

જોડિયાઃ તા. પં. કચેરી તથા લક્ષ્મીપરાનો પાછલો વિસ્તાર જે નાનાવાસ, કુંભારપડી અને ગીતા મંદીર સુધીનો ખેડુત માર્ગ ભારે વરસાદથી પ્રભાવિત થતો રહ્યો છે. ચાલુ માસે સતત મેઘકહેરથી ઉપરોકત કાચા માર્ગ પર ઠેર ઠેર પાણી ભરાતા ખેડુતો અને સાગર ખેડુતો માટે અવર-જવર માટે હાલાકી ભોગવી પડે છે. ચોમાસા દરમ્યાન જોડિયાના પૂર્વ દિશામાં આવેલ ખેત સીમ વિસ્તારનું વરસાદી પાણીનું આવક ચાલુ રહે છે. આફત તો ત્યારે આવે છે જયારે જોડિયા તાલુકામાં આવેલ ઉડ ર ડેમમાંથી વધારાનું પાણી આ કાચા માર્ગ પર ગોઠણ સમા ફરી વળે છે. દરેક મોર્હરમની ઉજવણી સમયે બપોર અને મધ્ય રાત્રી સમયે મોટાવાસ અને નાનાવાસનું તાજિયાનું ઝુલૂસ ઉપરોકત કાચા માર્ગથી પસાર થાય છે. બિસ્માર માર્ગ અંગે વર્ષોથી સ્થાનિક તંત્ર અને ચુંટાયેલા જનપ્રતિનિધીઓ આંખ આડા કાનની વૃતિ ધરાવે છે.

(11:43 am IST)