Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

ટ્રાફીકના નવા અસહય આકરા દંડની જોગવાઇ વાળા કાયદાથી ભ્રષ્ટાચાર વધશેઃ આંદોલન માટે લોકોને રસ્તા પર ઉતરવું પડશેઃ લલીતભાઇ વસોયા

ઉપલેટા તા. ૧૦: સૌરાષ્ટ્રના યુવા પાટીદાર નેતા અને ધોરાજી ઉપલેટાના કોંગ્રેસના આક્રમક લડાયક ધારાસભ્ય લલીતભાઇ વસોયાએ ભારે રોષ અને આક્રોશ સાથે સ્થાનીક પત્રકારો સમક્ષ બોલતા જણાવેલ છે કે ટ્રાફીકના અણધડ અસહય આકરા દંડની જોગવાઇ વાળા નવા તઘલખી કાળા કાયદાથી દેશની જનતાને આ સરકાર આંદોલન માટે રસ્તાઓ ઉપર ઉતરી પડવા મજબુર કરશે અને દેશભરમાં હિંસક આંદોલન ફાટી નિકળશે અને આકરા દંડની જોગવાઇને કારણે પોલીસ પતાવટ કરશે અને ભ્રષ્ટાચારમાં બેફામ વધારો થશે.

અંતમાં લલીતભાઇ વસોયાએ જણાવેલ છે કે આજે દેશભરમાં ખાડા ખબળા વાળા ભંગાર અને બિસ્માર રસ્તાઓને કારણે નાના મોટા અકસ્માતોમાં દરરોજ અસંખ્ય નિર્દોષ લોકોના મોત થઇ રહ્યા છે ત્યારે સરકાર દેશમાં પહેલા સારા રસ્તાઓ બનાવે પછી ટ્રાફીકના કાયદા લોકો ઉપર ઠોકે તેવું અંતમાં જણાવેલ છે.

(11:42 am IST)