Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

ઉનાની ગાંગડા ગામની નદીમાં તણાય ગયેલ દિનેશ પરમારની બીજે દિ' લાશ મળી

એનડીઆરએફ. ટીમે દરિયામાં તણાય ગયેલ લાશ શોધી કાઢી તે તસ્વીર

ઉના તા. ૧૦ :.. તાલુકાના ગાંગડા ગામે નદીના ધસમસતા પુરમાં તણાઇ ગયેલા ર સગા ભાઇ માંથી એકને બચાવી લેવાયો હતો. બીજે દિ'એ બીજા ભાઇની એનડીઆરેઅફ ટીમે નદીમાંથી શોધી કાઢી પરીવારને સોંપી હતી.

ગાંગડા ગામ પાસે પસાર થતી માલણ નદીમાં ભારે ઘોડાપુર આવેલ હતું.

જેમાં ગાંગડા ગામનાં દિનેશ મનુભાઇ પરમાર ત્થા તેના સગા ભાઇ ઘનશ્યામ મનુભાઇ પરમાર, પાણીમાં તણાવા લાગતાં ઘનશ્યામને સ્થાનીક લોકોએ જીવના જોખમે બચાવી લીધા હતાં દિનેશને શોધવા સર્કલ અધિકારી લક્ષ્મણભાઇ ડાભી તથા એનડીઆરએફ ટીમે શોધખોળ શરૂ કરેલ પાણી ઓશરી જતા દિનેશભાઇની લાશ નદી કાંઠેથી મળી આવતા તુરંત તેમને ઉના સરકારી હોસ્પીટલે ડુબી જવાથી મોત થયાનું જણાવેલ હતું પરમાર પરિવારનો લાડકવાયો ડૂબી જતા પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(11:41 am IST)