Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

જૂનાગઢમાં દવા લેવા ગયેલ મહિલાનાં મકાનમાંથી રૂ. ૮૩ હજારની મતાની ચોરી

વંથલીમાં પ્રોવિઝન સ્ટોરમાંથી હાથ ફેરો

જુનાગઢ તા. ૧૦: જુનાગઢમાં ખલીલપુર રોડ પર આવેલ ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા મનીષાબેન મુકેશભાઇ (ઉ.વ. ૩૭) નામની મહિલા તા. ૮ ના રોજ બપોરે તેનો પુર બિમાર હોય તેથી મેડીકલ સ્ટોર પર દવા લેવા ગયેલ.

ત્યારે રાજદીપ કાઠી નામનાં શખ્સે મહિલાનાં મકાનમાં પ્રવેશી રૂ. પ૩ હજારની રોકડ, સોનાનો ચેન અને સોનાનું પેંડલ મળી કુલ રૂ. ૮૩ હજારની માલમતાની ચોરી કરી હોવાની ફરિયાદ મનીષાબેને નોંધાવતા બી ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

વિશેષ તપાસ પી.એસ.આઇ. કે. કે. મારૂ ચલાવી રહ્યા છે.

જયારે વંથલીમાં રમેશભાઇ મંછામલ કુકરેજાનાં સિન્ધુ સાગર પ્રોવિઝન સ્ટોરમાં રાત્રીનાં સમયે અજાણ્યા ઇસમે દિવાલમાં લગાડેલ એકઝોસ્ટ ફેન તોડી દુકાનમાં પ્રવેશી રૂ. ૧૪પ૦૦ની રોકડની ચોરી કરી હતી.

ચોરીની આગળની તપાસ હેડ કોન્સટેબલ પી. જે. વાળા ચલાવી રહ્યા છે.

(11:38 am IST)