Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

જસદણના જુના પીપળીયામાં પેટા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-શાખાના નવા આધુનિક બિલ્ડીંગનું લોકાર્પણ

આટકોટઃ જસદણ તાલુકાના જુના પીપળીયા ગામે પેટા પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર અને શાળાના આધુનિક નવા બિલ્ડીંગનું કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, જળસંચય યોજનાના ચેરમેન ડો. ભરતભાઇ બોઘરાના હસ્તે લોકાર્પણ કરાયુ હતું. આ પ્રસંગે જીલ્લા પંચાયતના સભ્ય વિનુભાઇ ધડુક, સરપંચ અનકભાઇ જેબલીયા, ધીરૂભાઇ રામાણી, રમેશભાઇ સાકરીયા, વલ્લભભાઇ રામાણી, ભીખાભાઇ રોકડ, ભાભલુભાઇ ગીડા, વિનુભાઇ ગીડા સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા. ઉપરાંત પ્રાથમીક આરોગ્ય વિભાગના ઉપાધ્યાય રાઠોડ, આટકોટના ડો. ચૌધરી કાનપર આરોગ્ય કેન્દ્રના ઇન્ચાર્જ ડો. શ્રદ્ધા વાઘેલા, રેખાબેન સહિતના કર્મચારીઓ હાજર રહ્યા હતા.(તસ્વીરઃ અહેવાલ-વિજય વસાણી-આટકોટ)

(11:38 am IST)