Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

પોરબંદરમાં કૃત્રિમ તળાવમાં ગણેશમૂર્તિ વિસર્જન કરી દરિયાને પ્રદૂષણ મુકત કરવાના અભિગમને આવકાર

પોરબંદર, તા. ૧૦ : કૃત્રિમ તળાવમાં ગણેશ વિસર્જન કરી રત્નાકરને પ્રદુષણમુકત રાખવાનો ગણેશ મંડળોનો સરાહનીય અભિગમને આવકાર મળ્યો છે.

સત્ય, પ્રેમ, અહિંસા અને કરૂણાનો સંદેશો સમગ્ર વિશ્વને આપનાર મહામાનવ પૂ. ગાંધીબાપુની જન્મભૂમિ પોરબંદરના નગરજોને રત્નાકરને પ્રદૂષણ મુકત રાખવાનો સરાહનીય અભિગમ અપનાવ્યો છે. પોરબંદર શહેરમાં પ૦૦થી વધુ ગણેશ મંડળો સોસાયટીમાં ગણપતિ મહોત્સવની ધામધુમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે.

ગણેશ મંડળોએ દરિયાદેવ રત્નાકરને પ્રદૂષણ મુકત રાખવા આ વર્ષે નગરપાલિકા દ્વારા કુછડીના ખારા વિસ્તારમાં ૮૦*૩૦ ફુટના કૃત્રિમ તળાવનું નિર્માણ કરી તેમાં ર૭૦થી વધુ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરાયું હતું. પોરબંદરના નગરજનોએ વહીવટી તંત્રને સહયોગ આપવા સાથે દરિયાદેવને પ્રદૂષણ મુકત રાખવાનો સરાહનીય અભિગમ અપનાવ્યો હતો.

નગરપાલિકાના ચીફ ઓફીસરશ્રી રૂદ્રેશ હુદડના જણાવ્યાનુસાર કૃત્રિમ તળાવના નિર્માણની ગણેશ મંડળો દ્વારા શાંતિપૂર્વક તેમજ કોઇ અકસ્માતની ઘટના વગર ગણેશ વિસર્જન થયું હતું. નવનિયુકત કલેકટર દિનેશ મોદીએ નગરપાલિકા તેમજ ગણેશ મંડળોની સરાહનીય પગલાને બિરદાવી જિલ્લા વહીવટી તંત્ર અને લોકો સાથે મળીને કાર્યરત રહેવાથી સારા પરિણામો મળે છે તેમ જણાવ્યું હતું.

(11:36 am IST)