Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

જામનગર પંથકમાં આ વર્ષે અનરાધાર વરસ્યો

સૌથી વધુ જોડીયા પંથકમાં ૩૮II ઇંચ નોંધાયોઃ સૌથી ઓછો લાલપુર તા.માં ૨૪II ઇંચ વરસાદ પડયોઃ દિવાળી સારી જશે તેવી લાગણી

જામનગરઃ ૨/૩ વર્ષની દુષ્કાળ જેવી સ્થિતિ બાદ આ વર્ષે મોડે-મોડે પણ જામનગર અનરાધાર વરસાદ વરસ્યો છે. આજ સવાર સુધીમાં જામનગર જીલ્લામાં ઝાપટા-૦II  થી ૧ ઇંચ જેવો વરસાદ પડયો છે. ધ્રોલ-જાયવા-હામપર પંથકમાં ગઇ સાંજે જોરદાર વરસાદ પડી ગયો હતો.

સીઝનના આજ સુધીના વરસાદ તરફ નજર રાખીએ તો જામનગર જીલ્લા કાંઠાના જોડીયા બંદર વિસ્તારમાં સૌથી વધુ ૮૬૪ મી.મી. એટલે કે ૩૮II ઇંચ જેવો વરસાદ પડી ગયો છે.  એ પછી જામનગરમાં આજ સવાર સુધીમાં સીઝનનો  ૯૩૦ મી.મી. એટલે કે ૩૭I ઇંચ પાણી પડી ગયું છે.

ધ્રોલ પંથકમાં પણ આ વખતે વરસાદે રમઝટ બોલાવી છે. અને આજ સવારે ૮ સુધીમાં સિઝનનો લગભગ ૩૬II ઇંચ જેટલો (૯૧૦ મી.મી.) વરસાદ પડી ગયો છે.

કાલાવડ પંથકમાં ૮૮૬ મી.મી. સાથે ૩૫II ઇંચ વરસાદ નોંધાયો છે.

જામજોધપુરમાં ૭૬૮ મી.મી. સાથે ૩૦II ઇંચ પાણી આ વિસ્તારમાં પડયું છે.

જામનગર જીલ્લામાં સીઝનનો સૌથી ઓછો વરસાદ લાલપુર તા.માં. આજે સવારે ૮ સુધીમાં ૬૨૦ મી.મી. (૨૪III ઇંચ) નોંધાયો છે.  સાર્વત્રીક સારા વરસાદથી ખેડુતભાઇઓ સહિત સહુ કોઇના ચહેરા ઉપર ખુશી સાથે દિવાળી સારી જશે તેવો ભાવ જોવા મળે છે.

(11:36 am IST)