Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

અમરેલીમાં કેન્સર પિડીત દર્દીની વહારે દિલીપભાઇ સંઘાણી પરિવાર

અમરેલી તા.૧૦ : નોખી માટીના નોખા મહામાનવ  અને અમરેલીના પનોતા પુત્ર દિલીપભાઇ સંઘાણી પરિવાર કેન્સર પિડીત દર્દીના જીવનદાતા બન્યા છે.

આરએસએસ અને ભારતીય જનસંઘથી લઇ ભાજપના પાયાની ઇંટ સમાન લાંબી સફર દરમિયાન અમરેલી વિસ્તારના દિલીપભાઇ સંઘાણી પોતાના કોલેજ અભ્યાસકાળથી જ સેવાકીય, સહકાર, સહયોગ તેમજ જરૂરીયાતમંદને મદદરૂપ થવાની હૃદયપુર્વક ભાવના અવિરતપણે જાળવી રાખેલ છે. વારસાગત રીતે પણ તેમના પરિવારમાં સેવાકીય પ્રવૃતિની કેડી કંડારતા તેમના પુત્ર મનીષ સંઘાણીને પણ યુવાવયથી જ સહકાર અને સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડી દીધેલ છે. આરોગ્યલક્ષી, શૈક્ષણિક રીતે મદદરૂપ થનાર દિલીપભાઇ સંઘાણી ભાજપને હંમેશા પાર્ટી નહી પણ પરિવાર જ માને છે. સમસ્ત માનવજીવનને સેવાકીય પ્રવૃતિઓમાં પ્રોત્સાહિત થવા તેમજ અનુકરણ કરવા જેવું ઉમદા ઉદાહરણની અનુભૂતિ જેવી અનુભૂતિ એક કેન્સર પિડીત દર્દીને થયેલ છે.

માત્ર બે દિકરીઓવાળા પરંપરાગત તેમજ વારસાગત રીતે આરએસએસ ભારતીય જનસંઘ અને ભાજપના અદના કાર્યકર સિનીયર સીટીઝનને કેન્સર થયુ છે. એવા સમાચાર દિલીપભાઇને પ્રાપ્ત થતા જ તેમણે તે પરિવારના મોભી એવા દર્દીની તાત્કાલીક સુવિધા સારવાર મળી રહે તે સર્વાગી રીતે મદદરૂપ થઇને દર્દીને નવજીવન આપીને પોતે ઇશ્વરીય શકિતના માધ્યમ બનીને જીવનદાતા બનવાતા હકદાર બન્યા છે. તેમના પરિવારની બે દિકરીઓના ભાઇ બનીને તમામ કૌટુંબીક સામાજીક, વ્યવહારીક પ્રસંગોની જવાબદારી પણ તેમણે ઉપાડી લીધી હોવાનુ જણાવેલ છે. હરહંમેશ દર્દીની તબિયતના સમાચાર પુછે ત્યારે પરિવારને આનંદવિભોર બનાવી દે છે.

અમરેલી અને ગુજરાત રાજય સહિત રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ કૃષિ, સહકાર, ડેરી, પશુપાલનના વ્યવહાર અને સર્વાંગી વિકાસના મૂળભૂત વૈજ્ઞાનિક સિધ્ધાંતોને એક જ માળામાં સર્વે મણકાને પરોવીને સંલગ્ન જરૂરી અદ્યતન સુધારાઓ, સુવિધાજન્ય શૈક્ષણિક સંસ્થાનો ઉભા કરી વર્તમાન સમયમાં પાર્ટીની જવાબદારીઓ સહિત નાફસ્કોબ ચેરમેન, ગુકોમાલોસ ચેરમેન તેમજ ઇફકો ફર્ટીલાઇઝર જેવા મહાવિશાળકાય કોઓપરેટીવ ઉદ્યોગના વાઇસ ચેરમેન સહિત રાષ્ટ્રીય કક્ષાની મોટાભાગની વિશાળ પ્રભુત્વ ધરાવતી સહકારી સંસ્થાઓમાં વિવિધ પ્રકારની જવાબદારીઓ સાથે અવિરતપણે જોડાયેલા છે. જે તેમની ટોચની સર્વાગી વિકાસલક્ષી વિચારધારા અને પ્રવૃતિની ફલશ્રુતીનો લાભ સમગ્ર વિશ્વને આજે મળી રહ્યો છે.

અમરેલી વિસ્તારના નાગરીકોએ ગર્વ લેવા જેવુ છે. આ પ્રવૃતિઓમાં પ્રોત્સાહિત કરનાર તેમના પરિવારજનો સર્વ શ્રીમતી ગીતાબેન સંઘાણી, મનીષભાઇ સંઘાણી, પુનમબેન, મેઘાબેન તેમજ પુત્રવધુ શ્રીમતી ધારાબેન સંઘાણીને ભુલાય એમ નથી. દિલીપભાઇ સંઘાણી, ધીરૂભાઇ વાળા, શૈલેષભાઇ પરમાર, અશ્વિનભાઇ સાવલીયા અને સહયોગી બનનાર તેમની સંસ્થાઓના પદાધિકારીશ્રીઓ, અધિકારીગણ તેમજ અ.જિ.મ.સ.બેંકના જનરલ મેનેજર બી.એસ.કોઠીયા, એ.ટી.જોષી, ઓફીસ પીએ રૂઝુલભાઇ ગોંડલીયા, રમેશભાઇ શિંગાળા સહિત પરિવારના રસિકભાઇ બુમતરીયા, ભવદીપભાઇ માંજરીયા, નિરૂદાન ગઢવી સહિત આભારની લાગણી વ્યકત કરતા રાષ્ટ્રશકિત એકતા મંચ અમરેલી જિલ્લાના મહામંત્રી અને ભાજપ પરિવારના સી.બી.ગોહિલ અને તેમના પરિવારજનોની યાદીમાં જણાવેલ છે.

(11:35 am IST)