Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

બાબરાના કોટડાપીઠામાં વિકાસ કામોનું વીરજીભાઇ ઠુમ્મરના હસ્તે ખાતમુર્હુત

કોટડાપીઠા તા. ૧૦ : સીસી.રોડ, તેમજ બસ સ્ટેન્ડ પર પે એન્ડ યુઝ (મુતરડી) નું ખાતમુર્હુત લાઠી બાબરા વીસ્તારના ધારાસભ્ય વીરજીભાઇ ઠુમ્મર તેમજ બાબરા તાલુકાના કોંગી અગ્રણી પ્રભાતભાઇ કોઠીવાળ હસ્તે કરવામાં આવેલ. આ તકે પ્રભાતભાઇ કોઠીવાળ દ્વારા કોટડાપીઠા ગામે કરવામાં આવેલ વીકાસ કામોની સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ આવનાર સમયમાં થનાર કામોની વીગતો આપી લોક પ્રતિનીધી તરીકે ધારાસભ્યશ્રીને પણ મહત્વના પ્રશ્નો અંગે વાકેફ કરવામાં આવેલ આ તકે ધારાસભ્ય ઠુમ્મરે લોકોને કોઇપણ યોગ્ય પ્રશ્ને પ્રજાની સાથેજ ઉભો છું યોગ્ય પ્રશ્ને આ તકે સરપંચ ગોરધનભાઇ વાઢેર, ઉપસરપંચ પથુભાઇ બસીયા, તેમજ પત્રકાર ભરતભાઇ મહેતા દ્વારા વીવીવધ પ્રશ્નોની રજુઆત કરવામાં આવેલ.

ધારાસભ્ય વીરજીભાઇ ઠુમ્મર તેના ઉકેલની ખાત્રી આપેલ તેમજ વાવડા રોડે એ.ટી.વી.ટી.માંથી વોશીગગ્રાટ પણ બનશે આ કાર્યક્રમમાં કોટડાપીઠા ગ્રામ પંચાયતના સભ્યો તાલુકા પંચાયત પ્રમુખ વાહાણી, તાલુકા પંચાયતના સભ્ય વીનુભાઇ ચોવટીયા, જસમતભાઇ ચોવટીયા, કરણુકી સરપંચ પારસભાઇ મકવાણા સુકવાળા સરપંચ મનાભાઇ તેમજ કોટડાપીઠા પાનસડા વાવડાના અગ્રણીઓ તેમજ કોટડાપીઠાના ગ્રામજનો મોટીસંખ્યામાં હાજરી આપેલ હતી.

(11:35 am IST)