Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

વાંકાનેરનાં વાંકીયા-પંચાસીયામાં ૭ થી ૧૦, ટંકારાના સજ્જનપરમાં પ, લાઠી-પડધરી-ભાવનગરમા ૩ ઇંચઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજાના ધામા

કોઇ જગ્યાએ ભારે તો કોઇ જગ્યાએ હળવો વરસાદઃ સવારથી પણ ડોળ યથાવત

તસ્વીરમાં ટંકારાના સજ્જનપરમાં ભારે વરસાદ પડતા સર્વત્ર પાણી...પાણી... થઇ ગયુ હતું.

રાજકોટ, તા. ૧૦ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મેઘાવી માહોલ યજ્ઞાવત છે અને આવા વાતાવરણ વચ્ચે વાંકાનેરના વાંકીયા-પંચાસીયામાં ૭ થી ૧૦ ઇંચ જયારે ટંકારાના સજજનપરમાં પ ઇંચ તથા લાઠી, પડધરી, ભાવનગરમાં ૩ ઇંચ વરસાદ પડયો છે.

કોઇ જગ્યાએ ભારે તો કોઇ જગ્યાએ હળવો વરસાદ વરસી રહ્યો છે.

ભાવનગર

ભાવનગર  :.. ભાવનગરને સતત તરબતર કરવાનું મેઘરાજાએ ચાલુ રાખ્યુ છે. સમગ્ર જીલ્લામાં ઓણસાલ મેઘમલ્હારથી ખેડૂતોનાં સાથે કોઠે ટાઢક થઇ છે.

છેલ્લા ર૪ કલાક દરમ્યાન ભાવનગરમં ૭પ મી. મી. ઉમરાળામાં ૧૧ મી. મી. ગારીયાધારમાં ૧૬ મી. મી. ઘોઘામાં ૧૬ મી. મી. પાલીતાણામાં ૮ મી. મી. મહુવામાં ૩ મી. મી., વલ્લભીપુરમાં ૪૪ મી. મી. અને સિહોરમાં ૧૪ મી. મી. વરસાદ નોંધાયો છે.

આજે મંગળવારે સવારથી જ શહેર અને જીલ્લામાં ધીમી ધારે મેઘસવારી ચાલુ રહી હતી.

વાંકાનેર

વાંકાનેર : ગઇકાલે દોઢેક ઇંચ ભારે વરસાદ વરસી જતા ઠંડક પ્રસરી ગઇ હતી. ગઇકાલે જ બપોરે કડાકા ભડાકા સાથે ગ્રામ્ય વિસ્તારના વાંકીયા - પંચાસીયા-સજનપર ધુનડા, સહિતના પટ્ટામાં સાત થી દસ ઇંચ વરસાદ વરસ્યો હતો. જયારે બાજુના ચંદ્રપુર નજીકના ગામડાઓમાં બે થી અઢી ઇંચ વરસાદ થયો હતો.

ટંકારા

ટંકારા : સજ્જનપરમાં કાલે એક કલાકમાં પ ઇંચ વરસાદ વરસતા સર્વત્ર પાણી... પાણી... થઇ ગયુ હતું અને ડામર રોડ ઉપર પાણીનો પ્રવાહ વહેતો થયો હતો. આ ઉપરાંત લજાઇ, વિરપર સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ પડયો હતો.

વિંછીયા

વિંછીયા : અહીં વિંછીયામાં સાંજના પોણા પાંચ વાગ્યે કાળા - ડીબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ શરૂ થયેલ જે દોઢ કલાકમાં દે ધનાધન સાડા ત્રણ ઇંચ પાણી વરસી જતા રોડ-રસ્તા, પાણી, પાણી થઇ ગયા હતાં. વરસાદની સાથે વિજળીના કડાકા-ભડાકાથી વાતાવરણ ગુંજી ઉઠયુ હતું. વિંછીયાની ગોમા નદીમાં મોસમનું પ્રથમ વખત પુર આવતા જેને જોવા લોકો ઉમટી પડયા હતાં. વિંછીયાના ગ્રામ્ય વિસ્તારમાં સારા વરસાદના વાવડ મળી રહ્યા છે.

જામકંડોરણા

જામકંડોરણા : કાલે બપોરના સમયે એક ઇંચ વરસાદ પડયો હતો આ સાથે મોસમનો કુલ વરસાદ ૬રર મી. મી. ગયેલ છે.

છેલ્લા ર૪ કલાકમાં પડેલ વરસાદના આંકડા નીચે મુજબ છે.

કચ્છ

ભુજ : છેલ્લા દસ દિવસ થયા કચ્છમાં મેઘરાજાએ ધામા નાખ્યા છે. જિલ્લાના અબડાસા, લખપત અને મુંદ્રા, માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર બે થી ત્રણ ઇંચ વરસાદ પડી ગયો છે. તો, ભચાઉમાં એક ઇંચ અને અંજાર, ભુજ, ગાંધીધામમાં અડધો ઇંચ વરસાદ સાથે મેઘરાજાએ પોતાની હાજરી પુરાવી છે.

અમરેલી

અમરેલી       ૧૦ મી.મી.

જાફરાબા      ૧ર ''

બગસરા       ૮ ''

બાબરા        ૧ર ''

લાઠી          ૭૬ ''

લીલીયા       ૧૮ ''

વડીયા         ૪ર ''

સાવરકુંડલા    ૩ ''

ભાવનગર

ગારીયાધાર    ૧૭     મી.મી.

ઘોઘા          ૧૯ ''

ભાવનગર     ૭૬ ''

વલ્લભીપુર    ૪૯ ''

ઉમરાળા       ૧૧ ''

જેસર          ૪ ''

તળાજા        ર ''

પાલીતાણા     ૮ ''

મહુવા         ૩ ''

કચ્છ

અબડાસા        ૭     મી.મી.

અંજાર         ૧૦     ''

ભચાઉ         ર ૧     ''

ગાંધીધામ        ૩     ''

માંડવી           ૭     ''

દેવભૂમિ દ્વારકા

ભાણવડ         ૯     મી.મી.

દ્વારકા          ૧૦ ''

કલ્યાણપુર     ર૧ ''

ખંભાળીયા     ર૩ ''

ગીર સોમનાથ

વેરાવળ       ૧૧ મી.મી.

સુત્રાપાડા      ૪પ     ''

જામનગર

જામનગર      ૧૩ મી.મી.

કાલાવડ       ૧૦ ''

લાલપુર       ૧૪ ''

જામજોધપુર     ૪     ''

ધ્રોલ             ૩     ''

જોડીયા        રર ''

જુનાગઢ

કેશોદ          ૧૪ મી.મી.

જુનાગઢ       ૩૪ ''

ભેંસાણ         પપ     ''

મેંદરડા        ૬૩ ''

માંગરોળ       ૩ ''

માળીયાહાટીના ૧૧ ''

વંથલી         ૧૩ મી.મી.

વિસાવદર     પર ''

રાજકોટ

ઉપલેટા        પ મી.મી.

કોટડાસાંગાણી  ૭ ''

ગોંડલ         ૬ ''

જેતપુર        ૭ ''

જસદણ        ૧૭ ''

જામકંડોરણા   ર૭ ''

ધોરાજી        ર૩ ''

પડધરી        ૬૭ ''

લોધીકા        ૩૬ ''

વિંછીયા        ૬પ     ''

સુરેન્દ્રનગર

ચોટીલા        ૭ મી.મી.

ચુડા           ૮ ''

થાનગઢ       ર૭ ''

લખતર        ૪ ''

લીંબડી        ૧૩ ''

મુળી           પ૮     ''

સાયલા        ૧૧ ''

વઢવાણ        રપ     ''

(3:41 pm IST)