Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

ધોરાજીમાં વરસાદી વાતાવરણમાં પણ ૧૦૦જેટલા તાજીયા સાંજે વિશાળ જુલુસ

હિન્દુ મુસ્લિમો એ સૈયદ રૂસ્તમ ના તાજીયા પર દર્શન કરી શ્રીફળ વધાર્યાઃ આજે સાંજના હુસેની કમીટીની ઐતિહાસિક નિયાઝ રાત્રે શહીદે આઝમ કોન્ફ્રન્સ

ધોરાજીતા.૧૦:    શહીદી પર્વ ગણાતા મોહરમ માસ ની ઉજવણી ખુબજ શાનો શોકત ની સાથે થઇ રહી છે કોમી એકતા અને ભાઈચારા ના માહોલ વચ્ચે ધોરાજી માં મોહરમ ની ઉજવણી કરવામાં આવી રહી છે ધોરાજી માં ૧૦૦ જેટલા કલાત્મક તાજીયા યા હુસેન ના ગગનચુંબી નારા સાથે પળમાં આવ્યા હતા અને શહેર નું કોમી એકતા નું પ્રતીક ગણાતું સૈયદ રુસ્તમ માતમ ના તાજીયા પર હિન્દૂ અને મુસ્લિમ સમાજ એ શ્રી ફળ વધેરી અને શીશ જુકાવી અને મન્નત ચઢાવી હતી  મોડી રાત્રી સુધી તાજીયા રૂટ પર ફર્યા  હતા ખાસ કરી ને છબીલો પર ઠેર ઠેર ઠંડા ગરમ પીણાં પીવડાવામાં આવ્યા

ઠેર ઠેર નિયાઝ એ હુસેન ના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે .મુસ્લિમ વિસ્તારો ને રંગબેરંગી લાઇટિંગ થી શણગારાય  છે. સૈયદ કયુમબાવા ની શિરાજી માતમ. ની  શેજ મુબારક પર પણ હિન્દૂ મુસ્લિમો એ  સેજ મુબારક  ના દર્શન કર્યા હતા .બપોરે ૩ કલાકે સૈયદ રુસ્તમ ના આગેવાનો ની ઉપસ્થિતિ માં વિશાળ જુલુસ નીકળશે. જેચકલા ચોક ખાતે થી પ્રારંભ થશે બહારપુરા ખાતે ૧૦૦ વર્ષ  થી  યોજાતી  હુસેની  નિયાઝ કમીટી દ્વારા આ વર્ષ પણ ઐતિહાસિક નિયાઝ એ હુસેની નું ભવ્ય આયોજન રાબેતા મુજબ કરવામાં આવેલ છે  વરસાદ ના માહોલ વચ્ચે પણ નિયાઝ નું  ભવ્ય આયોજન રાખેલ છે જેમાં સૌરાષ્ટ્ર ભર ના લોકો  આ નિયાઝ નું લાભ લેશે  હુસેની કમીટી ના હોદેદારો એ જણાવેલ હતું કે જો વરસાદ હશે તો પણ નિયાઝ જમાડવા માટે યોગ્ય અને વૈકલ્પિક વ્યવસ્થા રાખેલ છે એવું હુસેની કમીટી ના હોદેદારો નું એક યાદી માં જણાવેલ છે અને રાત્રે ૧૦ કલાકે ખ્વાજા સાહેબ દરગાહ ના પટાંગણ માં શાહિદ એ આઝમ.કોન્ફ્રન્સ રાખવામાં આવેલ છે . રઝવી કમીટી ના પ્રમુખ સૈયદ ઈકબાલબાપુ ના માર્ગ દર્શન હેઠળ આ કાર્યક્રમ.યોજાશે અને મુખ્ય મહેમાન તરીકે મુફ્તી ગુલામ ગોષ અલ્વી  ઉપસ્થિત રહેશે અને આ કોન્ફ્રન્સ ને સંબોધવા મુફ્તી સ્ફીકુલ કાદરી  બયાન કરશે અને આવતીકાલે વહેલી સવારે તમામ તાજીયા ટાઢા  થશે

(11:34 am IST)