Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

જલજીલણી મહોત્સવ નવી ચેતના પ્રગટાવનાર સિધ્ધ થશેઃ વિજયભાઈ

ગઢડામાં જલજીલણી એકાદશી મહોત્સવમાં મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિ

બોટાદઃ ગઢડામાં આયોજીત જલજીલણી એકાદશી મહોત્સવમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહી પૂજન- અર્ચનનો લાભ લીધેલ. વિજયભાઈએ જણાવેલ કે સ્વામીનારાયણ ભગવાને જે જગ્યાએ અણમોલ વચનામૃતની ભેટ આપી એવી આ ગઢડાની ભૂમિ ઉપર આયોજીત જલજીલણી એકાદશી ઉત્સવ બધા માટે ઉપકારક સિધ્ધ થશે.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવેલ કે ભગવાન સ્વામીનારાયણે સ્થાપેલ પરંપરા આજે પણ યથાવત છે. સહજાનંદ સ્વામીએ આત્માને પરમાત્મા સાથે જોડવાનું કાર્ય કર્યુ. લોકોને વ્યસનમુકત કરી તેમના પરિવારોનું કલ્યાણ કરેલ અને સંપ્રદાય આજે પણ વ્યસન મૂકતી અભિયાન આગળ વધારી રહ્યું છે. ગુજરાતમાં આપદા સમયે લોકોની સેવા માટે સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો અને સેવકો હંમેશા તત્પર હોય છે. આજનો આ ઉત્સવ ભગવાન સ્વામીનારાયણ અને દાદા ખાચરજીની સ્મૃતિઓ દ્વારા નવી ચેતના પ્રગટાવનાર સિધ્ધ થશે.

વિજયભાઈએ જલજીલણીના પાવન પર્વે ગુજરાતને જળ સંચયનના માધ્યમથી જળ સમૃધ્ધ બનાવવાની અભિલાષા વ્યકત કરેલ. તેમણે ઠાકોરજીની પાલખીનું પ્રસ્થાન કરાવેલ તથા ફરતા આયુર્વેદીક દવાખાનાનું ઉદ્ઘાટન કરેલ. પૂ.રાકેશપ્રસાદનું મહારાજે આખા દેશમાં ગુજરાતે કરેલ જળ સંચયનના શ્રેષ્ઠ કાર્યના વખાણ કરતા જણાવેલ કે જનકલ્યાણની વિભિન્ન યોજનાઓ કાર્યવન્તીત કરવા બદલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈને અભિનંદન પાઠવેલ.

(11:32 am IST)