Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

ઉના પાસે મછુન્દ્રી ડેમ પાંચમા દિવસે ઓવરફલો રાવલ ડેમ ૧૯ મીટર ભરાયોઃ એક દરવાજો ખોલ્યો

ઉના તા. ૧૦: તાલુકામાં ગઇકાલે કોદીયા, ધોડવડીમાં એક ઇંચ વરસાદ વરસ્યો અને મછુન્દ્રી ડેમ પાંચમાં દિવસે ૩૦ સે.મી. ઓવરફલો શરૂ રાવલડેમ ૧૯ મીટર ભરાતાં ૩૦ સે.મી. ૧ દરવાજો ખુલ્લો રખાતા રાવલ નદીમાં પુર આવેલ છે.

ગીરગઢડા તાલુકાનાં કોદીયા ધોડાવડી, ઇટવાયા ત્થા મછુન્દ્રી ડેઢમ ઉપર સાંજ સુધીમાં ૧ ઇંચ વરસાદ વરસી ગયો છે. ગીર જંગલમાં વરસાદ ચાલુ રહેતા મછુન્દ્રી ડેમમાં ૩પ૯૪ કયુસેક પાણીની આવક થતા સતત પાંચમાં દિવસે ઓવરફલો ચાલુ રહેતા ૧૦.૩૦ મીટર ભરાતા ૩૦ સે.મી. ઓવરફલો ચાલુ રહ્યો હતો ડેમમાં ૩પ૯૪ કયુસેઢક પાણી મછુન્દ્રી નદીમાં ઠલવાતાં નદીમાં પૂર ચાલુ રહ્યું છે.

ગીર જંગલમાં આવેલ રાવલ ડેમ પણ જંગલમાં વરસાદ ચાલુ રહેતાં ૧ર૩૬ કયુસેક પાણીની આવક આવતાં ૧૯ મીટરનું લેવલ જાળવવા રાવલ ડેમનો ૧ દરવાજો ૩૦ સે.મી. ખુલ્લો રખાતાં રાવલ નદીમાં પુર આવ્યું હતું. ઉના શહેરમાં આજે મેઘરાજાએ વિરામ લીધો હતો.

(11:31 am IST)