Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

માળિયાના વર્ષામેડી ગામે વીજળી પડતા યુવાનનું કરૂણમોત

-સિમ વિસ્તારમાં ઢોર ચરાવતા ખોડાભાઈ ખાંટ પર વીજળી પડતા મોત

 

માળીયા તાલુકાના વર્ષામેડી ગામે વીજળી પડતા એક યુવાનનું કરૂણમોત નીપજ્યું છે

અંગે મળતી વિગત મુજબ  માળીયા તાલુકામાં આજે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો ત્યારે માળીયા તાલુકાના વર્ષામેડી ગામે વરસાદ સાથે વીજળી પડતા ખોડાભાઈ રૂપભાઈ ખીટ નામના યુવાનું મોત નીપજ્યું હતું.

યુવાન સીમ વિસ્તારમાં ઢોર ચરાવી રહ્યો હતો. તે સમયે વીજળી પડતા તેનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે મૃતકના પરિવારમાં ભારે અરેરાટી મચી ગઇ હતી. પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(10:58 pm IST)