Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

મોરબીમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨ ઇંચ વરસાદઃ મચ્છુ- ૨ ડેમના ૭ દરવાજા ખુલ્લા

મોરબી,તા.૧૦: જીલ્લા પર મેધરાજા મહેરબાન થયા છે પોતાનું હેત વરસાવી રહ્યા છે ત્યારે મોરબી જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ૨ ઇંચથી વધુ વરસાદ વરસી ચુકયો છે જેથી મોરબીવાસીઓ ખુશીમાં આવી ગયા ગયા જયારે વાંકાનેરમાં ૧ ઇંચ, ટંકારા ૧૩ એમએમ અને માળીયામાં ૧૪ એમએમ વરસાદ વરસ્યો હતો.મોરબી જીલ્લાના મહત્વના ડેમ મચ્છુ ૧ અને મચ્છુ ૨ ડેમ ઓવરફલો ચાલી રહ્યા છે

ત્યારે હાલ મોરબીની જીવાદોરી સમાન મચ્છુ ૨ ડેમના ૫ દરવાજા ૨ ફૂટ ખોલવામાં આવ્યા છે.તેમજ મચ્છુ ૩ ડેમના ૭ દરવાજા ૪ ફૂટ સુધી ખોલવામાં અવાય છે મચ્છુ ૩ ડેમના નવાનીરની અવાક થતા માળિયા તાલુકાના ખેડૂતોને સિંચાઈનો પ્રશ્ન હાલ થયો છે.મોરબી જીલ્લાના ૧૦ ડેમમાંથી ૮ ડેમ ઓવરફળો ચાલી રહ્યા છે ત્યારે અન્ય બે ડેમ પણમાં પણ નવાનીરની આવક થઇ રહી છે.

(1:01 pm IST)