Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

કચ્છના કંડલા પોર્ટના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આગ ભભૂકી : ઝૂંપડામાં ઘરવખરી બળીને ખાખ

સિરવા ઝૂંપડપટ્ટીમાં અચાનક આગ લાગતા કંડલા પોર્ટની ફાયર ટીમ પહોંચી

 

કચ્છના કંડલા પોર્ટના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેણાક ઝૂંપડામાં આગ ફાટી નીકળતા દહેશત ફેલાઈ હતી. કંડલા મરીન પોલીસ સ્ટેશનની પાસે આવેલા સિરવા ઝૂંપડપટ્ટીમા એક ઝૂંપડામાં અચાનક કોઈ અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી.

ઘટનાની જાણ થતાં કંડલા પોર્ટની ફાયરની ટીમે આગ પર પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી. સદનસીબે આગમાં કોઈ જાનહાની થવા પામી હતી જોકે ઝૂંપડામાં રહેલ ઘરવખરીનો સમાન બળીને ખાક થઈ ગયો હતો

 

(11:25 pm IST)