Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

ભુજમાં ક્ચ્છ યુનિવર્સિટી કેમ્પસમાં 30 કરોડના ખર્ચે નિર્માણધીન છાત્રાલયનું કરાયું લોકાર્પણ

આદિપુરમાં સમરસ હોસ્ટેલ બનાવાશે : ઈ-તકતી દ્વારા ભુમીપુજન કરાયું

ભુજમાં 30 કરોડના ખર્ચે નિર્માણ પામેલ સમરસ કુમાર અને કન્યા છાત્રાલયનું આજે રાજ્યના સામાજિક અધિકારીતા વિભાગના મંત્રી ઈશ્વર પરમારના હસ્તે લોકાર્પણ કરવામા આવ્યું છે.

    ક્ચ્છ યુનિવર્સિટીના કેમ્પસમાં 30 કરોડના ખર્ચે સમરસ કુમાર અને કન્યા છાત્રાલય બનાવવામાં આવી છે, જેમાં 250 વિદ્યાર્થીઓ રહી શકે તેવી વ્યવસ્થા છે. ચાલુ શૈક્ષણિક સત્રથી તેમાં વિદ્યાર્થીઓ રહેવા પણ આવી ગયા છે અને હવે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સાથે આદિપુરમાં પણ સમરસ હોસ્ટેલ બનાવશે જેનું અહીંથી ઇ-તક્તી દ્વારા ભૂમિપૂજન કરાયું હતું.

  કાર્યક્રમ દરમ્યાન દીકરીઓને સાયકલ વિતરણ અને લાભાર્થીઓને સહાય યોજનાના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં સાંસદ વિનોદ ચાવડા, મંત્રી વાસણ આહીર, ધારાસભ્ય માલતી મહેશ્વરી સહિત વિવિધ વિભાગના સરકારી અધિકારીઓ હાજર રહ્યા હતા.

(9:32 pm IST)