Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

મોરબી જિલ્લાના તલાટી મંત્રીઓએ કાળીપટ્ટી ધારણ કરી વિરોધ વ્યક્ત કર્યો

 

રાજ્યભરના તલાટી મંત્રીઓ પડતર પ્રશ્નોના ઉકેલની માંગને લઈને લડત ચલાવી રહ્યા છે જેમ આજે તલાટીઓએ હાથમાં કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ દર્શાવ્યો હતો

મોરબી જીલ્લાના તલાટીઓએ અગાઉ જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું જેમાં વિવિધ પડતર પ્રશ્નો ઉકેલવાની માંગ કરવામાં આવી હતી અને પ્રશ્નો ના ઉકેલાય તો વિરોધના કાર્યક્રમો આપવાની જાહેરાત કરવામાં આવી હતી

   આજે જીલ્લામાં ફરજ બજાવતા તલાટીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો તો આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો દ્વારા સરકાર સામે વિરોધ નોંધાવવામાં આવશે

(12:21 am IST)