Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

ભાવનગર એસ.ઓ.જી.પોલીસે દેશી બનાવટના તમંચા સાથે અસ્પાક બાતવીલને નિર્મળનગરમાંથી ઝડપી લીધો

 

ભાવનગર ;ભાવનગર એસઓજી પોલીસે દેશી બનાવટના તમંચા સાથે અસ્પાક બાતવીલને નિર્મળનગરમાંથી ઝડપી લીધો છે

  ભાવનગર  જીલ્લાના પોલીસ અધિક્ષક પી.એલ.માલએ  શહેર તથા જીલ્લામાં ગેરકાયદેસર ફાયર આર્મ્સ રાખતા ઇસમોને ઝડપી પાડવા  જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપેલ કે, જેના આધારે  એસ..જી.ના પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.ડી.પરમારના  માર્ગદર્શન હેઠળ એસ..જી. સ્ટાફના પોલીસ કોન્સ. બાવકુદાન ગઢવી તથા યોગીનભાઇ ધાંધલ્યાને મળેલ બાતમીના આધારે નિર્મળનગર, અપ્સરા સિનેમા પાસેથી આરોપી અસ્પાક ઇસ્માઇલભાઇ બાતવીલ  ( ..૨૩) ( રહેવાસી કુંભારવાડા, માઢીયારોડ બાથાભાઇનો ચોક અપનાનગર, કુંભારવાડા ભાવનગર)ને  એક ગેરકાયદેસરના દેશી બનાવટના તમંચા સાથે ઝડપી પાડી તેના વિરૂધ્ધમાં એસ..જી. શાખાના પોલીસ કોન્સ. બાવકુદાન ગઢવીએ આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ આપી નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે અને કામની આગળની તપાસ એસ..જી. ના હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલ ચલાવી રહ્યા છે.   
કામગીરીમાં એસ..જી. શાખાના પોલીસ સબ ઇન્સ ડી.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલ તથા બાવકુદાન ગઢવી તથા યોગીનભાઇ ધાંધલ્યા તથા શરદભાઇ ભટ્ટ તથા ધર્મેન્દ્રસિંહ ગોહિલ તથા પ્રદિપસિંહ ગોહિલ વિગેરે જોડાયા હતા.

(12:17 am IST)