Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

ભાવનગરમાં સુભાષનગર, વાઘેલા મંડપ વાળા ખાંચામાં જાહેરમાં જુગાર રમતા પાંચ શકુનિઓને ઝડપી લેતી એસ.ઓ.જી. પોલીસ

 

ભાવનગરના સુભાષનગરમાં વાઘેલા મંડપ વાળા ખાંચામાં જાહેરમાં જુગાર રમતા પાંચ લોકોને ભાવનગર એસઓજી પોલીસે ઝડપી લીધા છે

  ભાવનગર શહેર તથા જીલ્લામાં દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતી નાબુદ કરવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પી.એલ.માલએ હાથ ધરેલ ઝુંબેશના ભાગરૂપે એસ..જી. શાખાના પોલીસ સબ ઇન્સ. ડી.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ એસ..જી. શાખાના હેડ કોન્સ. હિતેશભાઈ મેર તથા પોલીસ કોન્સ. નીતીનભાઇ કનુભાઇ ખટાણાને મળેલ બાતમીના આધારે ભાવનગર  સુભાષનગર, વાઘેલા મંડપ વાળા ખાંચામાં મફતનગર કાળુભાઇ બારૈયાના મકાન પાસે જાહેરમાં પૈસા પાના વતી તીન પતીનો પૈસાની હારજીતનો જુગાર રમતા પાંચ ઇસમો  કાળુભાઇ બાબુભાઇ બારૈયા ( ..૪૧) ( રહે. સુભાષનગર વાઘેલા મંડપ વાળો ખાંચો, મફતનગર ) ઘનશ્યામભાઇ ધીરૂભાઇ બારૈયા (..૪૨) ( રહે. સુભાષનગર વાઘેલા મંડપ વાળો ખાંચો, મફતનગર ) રાજેન્દ્રસિંહ રાજભા બચુભા ગોહિલ( ..૩૬)( રહે. સુભાષનગર વાઘેલા મંડપ વાળો ખાંચો ભાવનગર, હરેશભાઇ ધનજીભાઇ મકવાણા (..૪૪) ( રહે. આંબાવાડી, મંગળા માના મંદિર પાસે પ્લોટ નં. ૧૦૯૩/સી, મથુરભાઇ ઠાકરશીભાઇ બારૈયા (..૪૫ ) ( રહે. સુભાષનગર વાઘેલા મંડપવાળો ખાંચો ખોડીયાર પાસે  વાળાઓને રોકડ રૂપિયા ૧૭,૮૦૦/- તથા મોબાઇલ ફોન- તથા ગંજી પાના મળી કુલ રૂપિયા ૩૦,૩૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજી. કરાવેલ છે

 આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ. ડી.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના હેડ કોન્સ. હિતેષભાઇ મેર તથા હરેશભાઇ ઉલવા તથા પોલીસ કોન્સ. નીતીનભાઇ  ખટાણા તથા અતુલભાઇ ચુડાસમા તથા મુકેશભાઇ પરમાર તથા અબ્બાસઅલી અનવરઅલી જોડાયા હતા

(12:16 am IST)