Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

જામનગરના મોટી ખાવડીમાં રિફિલિંગ કૌભાંડ ઝડપાયું :બે શખ્શોને દબોચી લેવાયા શંક્સ્પદ 97 ગેસના બાટલા સહીત 1,48 લાખનો મુદામાલ જપ્ત

જામનગર જિલ્લાના મોટી ખાવડીમાં રિફિલિંગ થતું હોવાની બાતમીના આધારે આર,આર,સેલ રાજકોટ રેન્જની ટીમે દરોડો પાડીને બે  શખ્સોને ઝડપી પાડયા છે અને નાના મોટા મળીને કુલ  97 જેટ ગેસના બાટલા સહીત 1,48 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે

  આર.આર.સેલ રાજકોટ રેન્જની ટીમ દ્વારા જામનગર જીલ્લાના મેઘપર પો.સ્ટે. મોટી ખાવડી ગામે આધાર-પુરાવા વગરના શંકાસ્પદ નાના મોટા ગેસના બાટલા નંગ – ૯૭ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. ૧,૪૮,૪૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયા છે

રેન્જમાં ચાલતી ગેરકાયદેસર પ્રવતિ નાબુદ કરવા માટે સંદીપ સિંહ, નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ રેન્જ રાજકોટનાઓએ આર.આર.સેલના પો.સ.ઇ. એમ.પી.વાળા નાઓને કડક હાથે કામગીરી કરવા સુચના કરેલ જે અન્વયે સેલના માણસો પેટ્રોલીંગમા હતા દરમ્યાન સ્ટાફના માણસોને  ખાનગીરાહે હકિકત મળેલ કે મોટી ખાવડી ગામનો રહીસ ધનશ્યામસિંહ ગુમાનસિંહ જાડેજા પોતાના ઘરે ગેસના મોટા બાટલા માંથી નાના બાટલામાં રીફીલીંગ કરે છે અને હાલે પણ રીફીલીંગ ચાલુ છે

 જેથી તુર્તજ હકીકત વાળી જગ્યાએ પહોચી ચેક કરતા સદર જગ્યાએથી સુપર ગેસ કંપનીના બાટલા નંગ – ૩૦ કિ.૬૦,૦૦૦/- તથા ખાલી બાટલા નંગ – ૭ કિં. ૪,૯૦૦ તથા કંપની વગરના નાના ખાલી બાટલા નંગ – ૪૬ કિં.૨૩,૦૦૦/- તથા ભરેલા બાટલા નંગ – ૧૪ કિં ૧૨,૬૦૦/- તેમજ ઇલેક્ટ્રીક  કાટા નંગ – ૩ ગેસ રીફીલ કરવા ગેસ રીફીલીંગ નળી નંગ -૩ તથા રોકડા ૪૦,૪૦૦/- મળી કુલ ૧,૪૮,૪૦૦ નો મુદ્દામાલ શક પડતી મિલ્કત ગણી પંચનામાની વિગતે કબ્જે કરી હાજર મળી આવેલ  શકિતસિંહ ગુમાનસિંહ જડેજા તથા  ઉતમ ઇશવરભાઇ સોની રહે. બન્ને મોટી ખાવડી વાળાઓને ધોરણસર અટક કરી તેમજ હાજર નહી મળી આવેલ  ધનશ્યામસિંહ ગુમાનસિંહ જાડેજા રહે. મોટી ખાવડી વાળાઓ તમામ વિરુધ્ધ મેઘપર પો.સ્ટે. સ્ટેશન માં ગુન્હો દાખલ કરેલ છે. તસવીરો:કિંજલ કારસરીયા, જામનગર

(9:43 pm IST)