Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

કચ્છમા બંધ સફળ,કોંગ્રેસનો દાવો-૫૦૦ કાર્યકરોની અટકાયત

 (ભુજ) કોંગ્રેસે આપેલા ભારત બંધ ના એલાન ને કચ્છ મા મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. જોકે, કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ પોલીસે બળપ્રયોગ કરવા છતાંયે સમગ્ર કચ્છમા બંધ સફળ રહ્યા નો દાવો કર્યો હતો. પોતા સહિત સમગ્ર કચ્છ માંથી કોંગ્રેસના અંદાજિત ૫૦૦ જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હોવાનું પ્રમુખ યજુવેન્દ્રસિંહે અકિલા ને જણાવ્યું હતું. પેટ્રોલ ના વધતા ભાવ અને મોંઘવારીથી ત્રાસેલા કચ્છના વ્યાપારીઓ, આમ નાગરિકો, શૈક્ષણીક સંસ્થાઓના છાત્રો દ્વારા સ્વૈચ્છીક રીતે બંધ મા સહયોગ મળ્યો હોવાનો દાવો કચ્છ કોંગ્રેસે કર્યો હતો. દરમ્યાન પોલીસ દ્વારા જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, આદમ ચાકી, રાજેન્દ્રસિંહ જાડેજા સહિત ૧૦૦ કાર્યકરો, ગાંધીધામ માંથી પ્રદેશમંત્રી જુમા રાયમા, તુલસી સુજાન, સંજય ગાંધી, સમીપ જોશી સહિત ૫૦ કાર્યકરો, મુન્દ્રા માં ૨૦ કાર્યકરો સહિત કચ્છ ના અન્ય તાલુકા મથકો સહિત કોંગ્રેસના કુલ ૫૦૦ કાર્યકરોની અટકાયત કરાઈ હોવાનો દાવો કોંગ્રેસ પ્રમુખે કર્યો છે. કોંગ્રેસે ગુલાબ આપીને ગાંધીગીરી દ્વારા વ્યાપારીઓ સમજાવ્યા હોવા છતાંયે પોલીસે કોંગ્રેસન શાંતિપ્રિય વિરોધ સામે કાયદાકીય પગલાં ભર્યાનો કચ્છ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. જોકે, પેટ્રોલ, ડીઝલ અને ગેસ ના વધતા ભાવોએ લોકોની ચિંતા વધારી છે, એ હકીકત છે.

(5:36 pm IST)