Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

મોટી ખાવડીમાં ગેસના બાટલામાંથી રીફીલીંગ કરતા બે પકડાયાઃ આરઆર સેલનો દરોડો

રાજકોટઃ જામનગર જીલ્લાના મેઘપર પોલીસ મથક હેઠળના મોટી ખાવડી ગામે આરઆર સેલના પીએસઆઇ એમ.પી.વાળા તથા સ્ટાફે દરોડો પાડી ગેસના મોટા બાટલામાંથી નાના બાટલામાં રીફીલીંગ કરતા શકિતસિંહ ગુમાનસિંહ જાડેજા તથા ઉતમ  ઇશ્વરભાઇ સોની (રહે. બંન્ને મોટી ખાવડી)ના ગેસના બાટલા નંગ-૩૦, ખાલી બાટલા નંગ-પ૩, ભરેલા બાટલા નંગ-૧૪, ઇલેકટ્રીક કાટા નંગ-૩, ગેસ રીફીલીંગની નળી તથા રોકડ સહિત કુલ ૧.૪૮ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. આ દરોડા દરમિયાન ઘનશ્યામસિંહ જાડેજા નાસી છુટતા ઉકત ત્રણેય સામે મેઘપર પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરાઇ હતી. તસ્વીરમાં પકડાયેલ ગેસના બાટલા અને શખ્સ નજરે પડે છે.

(5:12 pm IST)