Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

ગાંધીધામમાં શોરૂમના માલીકને જન્મદિનની શુભેચ્છા આપવા જતાં અભદ્ર વ્યવહાર

ભુજ તા. ૧૦ : ગાંધીધામ ના અતિ જાણીતા શો રૂમ કચ્છકલા ૭૮૬ના ૫૬ વર્ષીય પ્રૌઢ માલીક અબ્દુલ રહેમાન ખત્રી વિરૂદ્ઘ કરાયેલ છેડતી ની ફરિયાદે ચકચાર સર્જી છે. ગત જન્માષ્ટમીના દુકાન માલીક અબ્દુલ રહેમાન નો બર્થડે હોઈ બધા કર્મચારીઓ તેમને એક પછી એક વધાઈ આપવા ગયા હતા.

દરમ્યાન આ શોરૂમમાં કામ કરતી ફરિયાદી યુવતી પણ તેમને વધાઈ આપવા ગઈ ત્યારે અબ્દુલ રહેમાને તેનો હાથ પકડીને બાથ ભીડી લીધી થતી સાથે તેણી પાસે પોતાને બર્થ ડે ગીફટ આપવાની અભદ્ર માંગણી કરી હતી. જો કે, તે ડરી ગયેલી હોઈ ત્યાંથી તરત જ ઘરે નીકળી ગઈ હતી.  બીજા દિવસે અબ્દુલ રહેમાને તેને ઘેર ફોન કરી ને માફી માંગી હતી. જેનું તેણીએ રેકોર્ડિંગ કરી લીધું હતું. પછી આ બાબતે પોતાના પતિ ને કહેતા પતિએ આપેલી હિંમત ન પગલે તેણી એ ગઈકાલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેનીઙ્ગ તપાસ ગાંધીધામ એ ડીવીઝન ના મહિલા પીએસઆઇ એચ. વી. ઘેલા કરી રહ્યા છે.

(4:53 pm IST)