Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

લાયન ઈન્ટરનેશનલના 'લીજેન્ડ' ડો. જોષી પ્રેસીડેન્સીયલ મેડલથી સન્માનીત

આટકોટ, તા. ૧૦ :. લાયન્સ ઈન્ટરનેશનલના 'લિવિંગ લીજેન્ડ' ગણાતા ડો. પ્રીયવત જોષી વર્ષ ૨૦૧૭-૧૮ની ઉત્કર્ષ કામગીરી સબબ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટ દ્વારા સન્માનીત કરાયા છે.

જેતપુરના માસ્ટર ઓફ સર્જન ડો. પ્રીયવત જોષીએ પોતાની પ્રેકટીશને બાદમાં વધતા સમયગાળાને લાયન્સ કલબના પ્રચાર અને પ્રસારમાં વિતાવ્યો છે. લાયન્સ કલબ એ સેવા કરવાનું બેસ્ટ માધ્યમ છે તેવુ કાયમ માનતા ડો. જોષી જેતપુર લાયન્સના પ્રમુખથી લઈ ઈન્ટરનેશનલ લાયનના હોદા ઉપર પોતાની આવડતનો લાભ આપી ચૂકયા છે ને આપી રહ્યા છે. વિશાળ વાંચનના માધ્યમથી તૈયાર થયેલી તેમની અસ્ખલિત વાગધારા કોઈપણ વિષયને સંપૂર્ણ ન્યાય આપવાની વિશેષતા ધરાવે છે.

આજના નવનિયુકત લાયન મેમ્બરોના સાચા માર્ગદર્શક બની શકવાની ક્ષમતા ધરાવતા ડો. જોષી વર્ષ ૨૦૧૭-૧૮ની ઉત્કર્ષ કામગીરી બદલ ઈન્ટરનેશનલ પ્રમુખ નરેન્દ્ર અગ્રવાલ એ તેઓને પ્રેસીડેન્સીયલ મેડલથી સન્માનીત કર્યા હતા.

(4:51 pm IST)