Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

જેતપુરમાં મંદિર ચોરી કરતા તસ્કરોનો ખુલ્લો પડકાર દેવકી ગાલોળ ભેઠાપીપળીયા ગામે મંદિરમાં ચોરી

જેતપુર, તા. ૧૦: શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ચોર ટોળકીએ જાણે ધામા નાખ્યા હોય તેમ એક પછી એક ચોરીઓ અંજામ આપી પોલીસને પડકાર ફેંકયો રોક સકો તો રોકી લો હજુ ચાર દિવસ પહેલા બોરડી સમઢીયાળા ગામે એક સાથે ૬ મંદિરમાં અર્ધા લાખથી પણ વધુ મત્તાની ચોરીની ફરીયાદની શાહી સુકાઇ નથી ત્યાં તાલુકાના દેવકી ગાલોળ ગામે આવેલ ભોજલરામ બાપાના મંદિરનું તાળુ તોડી દાનપેટી તોડી તેમાંથી રોકડ રૂપિયા ૩ હજાર તેમજ ચાંદીના નાના મોટા ૧૦ છત્તર ૪૦૦ ગ્રામના કિ. રૂ. ૧ર હજારની મત્તાની ચોરી થયાની ફરીયાદ ગીરધરભાઇ જીવાભાઇ કથાડાએ તાલુકા પો. સ્ટે.માં નોંધાવતા પોલીસે તસ્કરોને ઝડપી લેવા ચક્રોગતિમાન કરેલ. દરમયાન બેઠાપીપળીયા ગામના એક મંદિરમાં પણ ચોરી થઇ હોવાનું પોલીસમાં નોંધાવેલ.  શ્રાવણ માસ દરમિયાન મંદીરોમાં ચોરી થતા લોકોની ધાર્મિક લાગણી દુભાઇ છે.

(4:50 pm IST)