Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

જામનગર જિલ્લા જેલમાં પ્રતિબંધિત વસ્તુઓ કોઇ નાખી જતા ઉપાડવા આવેલ દિવલા ડોન સહિત અજાણ્યા શખ્સો સામે ફરિયાદ

જામનગર તા. ૧૦ : જામનગર જિલ્લા જેલમાં ફરજ બજાવતા શામળજી ફતાજી મકવાણાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે, તા. ૯ના રોજ જીલ્લા જેલમાં દિવ્યરાજસિંહ ઉર્ફે દિવલો ડોન મંગળસિંહ ચૌહાણ તથા અજાણ્યા ઈસમોએ જેલમાં પ્રતિબંધિત વસ્તુઓ કોઈ અજાણ્યા ઈસમો યાર્ડ નં. પ ના પાછળના ભાગે બહારથી ફેંકેલ હોય જે આરોપીઓ લેવા આવતા પકડાઈ ગયેલ છે.

ફલેટમાંથી ૧૮ બોટલ દારૂ ઝડપાયો આરોપી નાશી ગયો

એલ.સી.બી. શાખાના એમ.કે.પટેલએ તા. ૯ ના રોજ લીમડા લાઈન વિસ્તારમાં આવેલ રાજરતન એપાર્ટમેન્ટ ફલેટ નંબર જી–ર માં રહેતો હિતેશ મોહનભાઈ ચૌહાણને ઇગ્લીશ દારૂની ૧૮ બોટલો કિંમત રૂ. ૭ર૦૦ ની વેચાણ અર્થે રાખી રેઈડ દરમ્યાન નાશી જઈ ગુન્હો કરેલ છે.

ફલેટમાંથી ૫૦ બોટલ દારૂ સાથે ઝડપાયો : એક ફરાર

સીટી એ ડિવિઝનના વી.આર.ગામેતીએ તા. ૮ના રોજ કૈલાશનગર લાલવાડી આવાસ નાગમતી ભવન બ્લોક નં. ૧૦૪ માં રહેતા નરેશ નાનજીભાઈ મંગે એ પોતાના રહેણાંક મકાને ઇગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની પ૦ બોટલો કિંમત રૂ. રપ૦૦૦ તથા મોબાઈલ કિંમત રૂ. પ હજાર મળી કુલ રૂ. ૩૦ હજારની મતા સાથે ઝડપી પાડયો હતો જયારે સાગર ભાનુશાળી નાશી ગયો હતો.

જુગટુ રમતા પાંચ ઝડપાયા

અહીં વામ્બે આવાસની બાજુમાં જાહેરમાં જુગાર રમી રહેલા ઘનશ્યામસિંહ ચંપુભાઈ પરમાર, રજાક કાસમ સુમરા, ઉમેદ દેવજી વિરાણી, બટુક જેન્તીભાઈ ભલગામા, રફીક મહંમદ ખફીને પોલીસે રેઈડ દરમ્યાન રોકડ રૂ. રપ૦૦ સાથે ઝડપી પાડયા હતા.

જામજોધપુરમાં જુગાર રમતા ૬ શખ્સો ઝડપાયા : ત્રણ ફરાર

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. ગીતાબેન રાણાભાઈ બારીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૮–૯–ર૦૧૮ના જામજોધપુરમાં આ કામના આરોપીઓ ગોવિંદભાઈ કરશનભાઈ વાઢેર, મુકેશભાઈ જીગ્નેશભાઈ મણવર, જીતેન્દ્રભાઈ વાલજીભાઈ પ્રજાપતી, ગીતાબેન દિનુભાઈ ચિત્રોડા, ચેતનાબેન હર્ષદભાઈ ચૌહાણ, બધીબેન ઓઘડભાઈ રાઠોડ, રાકેશભાઈ ડાયાભાઈ મણસુરીયા, ધર્મેશભાઈ અશ્વિનભાઈ મણવર રે. જામજોધપુર, જાહેર ગંજીપતાના પાના પૈસા વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી પૈસાની હારજીત કરી જુગાર રમતા રેઈડ દરમ્યાન મળી રોકડા રૂ.૬૧૯પ૦  તેમજ ગંજીપતાના પાના નંગ– પર સાથે છ શખ્સો ઝડપાઈ ગયેલ છે. ત્રણ ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ધંધામાં આર્થિક તંગીના કારણે આત્મહત્યા

અહીં દિ.પ્લોટ શેરી નં. ૬૪માં રહેતા જગદીશ હેમતભાઈ રામનાણી એ લાલપુરમાં પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા. ૮–૯–ર૦૧૮ના આ કામે મરણ જનાર પ્રકાશ ચંદુલાલ રામનાણી, ઉ.વ.૩૪, રે. જામનગરવાળા ને મોબાઈલની દુકાન ખોલેલ હોય જે નહીં ચાલતા બંધ કરી ઘરે મોબાઈલ તથા હેન્ડ ફ્રી વેચતો હોય અને આર્થીક તંગીના કારણે સસોઈ ડેમમાં જંપલાવી આત્મહત્યા કરતા મરણ ગયેલ છે.

(4:49 pm IST)