Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

જસદણના ગઢાળામાં ઉછીના પૈસા આપવાી ના પાડતા આશીષ કોળી પર પ શખ્સોનો હુમલો

લાલો, સુભાષ, લાલો, રાવત અને મુન્નો સામે ગુનો નોંધાયો

રાજકોટ તા.૧૦: જસદણના ગઢાળા ગામમાં મેળામાં ઉછીના પૈસા આપવાની ના પાડતા કોળી યુવાનને પાંચ શખ્સોએ માર માર્યો હોવાની ફરિયાદ થઇ છે.

મળતી વિગતો મુજબ ગઢાળા ગામમાં રહેતો આશિષ નાનજીભાઇ મામેરીયા (ઉ.વ.૨૧) ગઇકાલે મેળામાં હતો તે દરમ્યાન લાલો સાતાભાઇ મકવાણા, સુભાષ સાતાભાઇ મકવાણા તથા લાલો કાનાભાઇ મકવાણા ત્રણેય પોતાનું મોટર સાયકલ લઇને આવી અને લાલાએ સો રૂપિયા ઉછીના માગતા આશીષ કોળીએ ઉછીના પૈસા આપવાની ના પાડતા લાલો, સુભાષ અને લાલાને સારું ન લાગતા ત્રણેયે આશીષને ગાળો આપી જતા રહયા હતા. બાદ આશીષ અને તેનો મિત્ર મનોજ બંને લાલાના પિતા સાતાભાઇને આ બાબતે કહેવા જતા હતા ત્યારે પાંચેય શખ્સોએ બંનેને બાપાસીતારામ ઓટા પાસે રોકી ધારીયું તથા લોખંડના પાઇપ વડે માર મારી ઇજા કરી હતી. આ અંગે આશીષે જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ ડી.એલ. ખાચરે તપાસ હાથ ધરી છે.

(4:02 pm IST)