Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

રાજકોટ જીલ્લાના જસદણ તાલુકાનુ પ્રથમ ગામ ગુંદાળા (જામ) ડીઝીટીલાઇઝ ગામ બન્યુ

જસદણ, તા.૧૦: ગુંદાળા (જામ) બન્યુ છે ગુંદાળા (જામ) ગામની અંદર દરેક વ્યકિતના બેંક ખાતા દરેક પાસે ATMકાર્ડ યુવાનો પાસે નેટ-બેંકીગ મોબાઇલ એપ. તેમજ વડીલોના અટલ પેન્શન યોજનામાં ખાતા દરેકના પ્રધાન મંત્રી વીમા સુરક્ષામાં વીમા તેમજ ખાસ ગુંદાળામાં આવેલ દરેક પાન શોપ કીરાણા સ્ટોર્સ પર ભીમ-એપથી પૈસા આપી શકાય છે.

તેમજ ગામની અંદર આવેલ મંદિર અને ગ્રામ પંચાયતમાં વેરા-ભરવા માટે રોકડા રૂપીયાની જરૂરીયાત નથી. પરંતુ વ્યા Pso મશીન લગાવામાં આવ્યા છે આપનુ દાન-વેરા સીધા ATM મારફત કેશ-લેશ જેતે બેંક ખાતામાં જમા થાશે.

આ સંપૂર્ણ કામગીરી માટે ગુંદાળા (જામ)ના યુવા સરપંચ અનીલકુમાર ખોખરીયા તથા BANK OF INDIA આટકોટ શાખાના મેનેજર દ્વારા દીપમાલા અગ્રવાલ તથા સર્વશ્રી ચૌધરી દાશીન વગેરે ખુબજ જંગી મહેનત કરી ઘેર-ઘેર બેંક ખાતા ATM મોબાઇલ એપ વગેરે આપી અને આજે બેંક ઓફ ઇન્ડિયાના સ્થાપના દિવસે આ ગુંદાળા ગામને રાજકોટ જીલ્લાનું પ્રથમ ડીઝીટીલાઇઝ જાહેર કરી અને સરપંચ દ્વારા એ જહેમત છે.(૨૩.૪)

(12:22 pm IST)