Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

પ્રભાસપાટણ સોમનાથના માર્ગો ગાયો-ખૂંટીયાઓ માટે સ્વર્ગસમા

પ્રભાસપાટણઃ પવિત્ર યાત્રાધામ સોમનાથમાં આખલા અને ગાયોનો ભયંકર ત્રાસ જોવા મળે છે અને આ રખડતા ઢોર ઠેર-ઠેર રસ્તાઓ રોકીને ઉભા છે. સોમનાથમાં સમગ્ર દેશમાંથી લાખોની સંખ્યામાં યાત્રીકો આવતા હોય છે. પરંતુ આ યાત્રીકોને સોથી મોટુ અડચણ રૂપ ખુંટીયા અને ગાયો છે યાત્રીકો ખાવાની ચીજ માટે રીતસર પાછળ દોડ મુકે છે અને યાત્રીકોને પડવાને કારણે ઇજાઓ પણ થાય છે. તેમજ જયારે આખલા યુધ્ધે ચડે ત્યારે લોકો જાન બચાવીને ભાગવા માંડે છ.ે અને લોકોને ઢીકે પણ ચડાવે છે. અને મૃત્યુ થયાના પણ બનાવો છ.ે તેમજ પ્રભાસપાટણ શહેરની અંદર પણ ખૂંટીયા અને ગાયોનો ભયંકર ત્રાસ છે પ્રભાસપાટણ ગીચ વસ્તી ધરાવનાર ગામ છે અને બજારો તેમજ રહેણાંક વિસ્તારની બજારો ગલીઓ ખુબજ સાંકડી છે.સોમનાથ જેવા પવિત્ર યાત્રાધામમાં પણ નગરપાલિકા આ ખૂંટીયા અને ગાયોને પકડવા કોઇ નોંધપાત્ર કાર્યવાહી કરતા નથી અને કરે તો માત્ર નામ પુરતી આ બાબતે પ્રભાસપાટણના કોળી સમાજના બામણીયા કાન્તીભાઇ હિરાભાઇ દ્વારા નગરપાલિકા ચીફ ઓફીસર અને જીલ્લા કલેકટરને રજુઆત કરીને આ રખડતા ઢોરના ત્રાસમાંથી મુકત કરવાવવા રજુઆત કરેલ છે તસ્વીરમાં રસ્તાપર બિન્દાસ ફરતી ગાયો ખુંટીયાઓ નજરે પડે છે. (તસ્વીર-દેવાભાઇ રાઠોડ, પ્રભાસપાટણ)(૬.૪)

(12:22 pm IST)