Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

સોમનાથમાં મંદિર તરફ જતા રસ્તામાં દુર્ગધ મારતા પાણીની રેલમછેલમઃ યાત્રીકો પરેશાન

પ્રભાસપાટણ તા ૧૦ : સોમનાથ મહાદેવના મંદિર તરફ જતા રસ્તા ઉપર સોમનાથ ટ્રસ્ટની ઓફીસની સામે ના રોડ ઉપર ગટરનુૅ પાણી આવવાથી રોડ ઉપર દુર્ગધ મારતા પાણીની રેલમ છેલમ જોવા મળે છે. આ પાણી જયાંથી પસાર થાય છે તેરોડ ઉપર ખાણી પીણીની દુકાનો આવેલ છે. અને રસ્તા ઉપર દૂધીયા નાગદેવનું મદિર આવેલ છે તેમજ આ ગંદુ પાણી છેક ત્રિવેણી રોડ ઉપર આવેલ પતોલીસ ચોકી સુધી અડધો કિલોમીટર જાય છે.

આ પાણી પ્રભાસપાટણનો ભરડાપોળા વિસ્તારમાંથી આવે છે અને નગર પાલીકા દ્વારા પાણીનો કોઇ જાતનો નિકાલ ન હોવાથી આ પાણી રસ્તા ઉપર વહે છે. આ પાણીના શોષ માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા શોષ કુવો બનાવવામાં આવેલ છે પરંતુ આ કુવા ભરાય અને રોડ ઉપર પાણી વહે છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રાવણમાસ દરમ્યાન આ શોષ કુવામાંથી ૮૦ વેકયુમ ટેન્ક મારફત પાણી બહાર કાઢેલ છે છતાં નગરપાલીકાની પાણી નીકાલ ની કોઇ વ્યવસ્થા ન હોવાથી ફરીથી પાણી રોડ ઉપર નીકળે છે. આ રસ્તા ઉપરયાત્રીકો પણ પગપાળા પસાર થાય છે. અને તેઓ પણ આ ગંદા પાણીમાંથી પસાર થાય છે. તેમજ ધંધાર્થી પણ આ પાણીની બાજુમાં ધંધા કરે છેે.

આ બાબતે નગરપાલીકાને છેલ્લા ત્રણ વર્ષથી રજુઆતો કરવામાં આવે છે, પરંતુ કાયમી ધોરણે આ પ્રશ્નનો ઉકેલ લાવવવામાં આવતો નથી. સોમનાથ ટ્રસ્ટ અને આ દુકાનદારો નગરપાલીકાને લાખો રૂપિયાનો ટેક્ષ ચુકવે છે છતા પણ સુવિધાના નામે જોરદાર બેદરકારી જોવા મળે છે.

વિશ્વનું પ્રસિધ્ધ યાત્રાધામને સોમનાથ ચુખ્ખુ રાખવા માટે પ્રયત્નો થાય છે, પરંંતુ નગરપાલીકાની ગંભીર બેદરકારીને કારણે આ પ્રશ્ન કાયમી બની ગયેલ છે. તો તેના ઉકેલ માટે માંગણી કરવામાં આવે છે (૩.૧)

(12:21 pm IST)