Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

અંજાર તાલુકાનું એક પણ એવું ગામ નથી જયાં લાખેણાં વિકાસ કામ ન થયા હોય- રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર

અંજાર ખાતે ૪૨ ગામોના સરપંચ-ઉપસરપંચોને રૂ.૫૪૦ લાખના વિકાસ કામોના મંજુરી હુકમો અપાયા

ભુજ, તા.૧૦: અંજાર ટાઉનહોલ ખાતે તાલુકાના ૪૨ ગામોના સરપંચ, ઉપસરપંચોને વર્ષ ૨૦૧૮-૧૯માં મંજુર થયેલ વિવિધ વિકાસ કામોના મંજુરી હુકમો મહાનુભાવો સાથે અર્પણ કરતાં અંજાર ધારાસભ્ય વ રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે ભારત માતાના પ્રચંડ જયધોષ વચ્ચે સર્વ ભવન્તુઃ સુખીન, સર્વે સંતુઃ નિરામયાનો નારો બુલંદ કર્યો હતો.

તેમણે પારદર્શક વહીવટ માટેની અંજાર તાલુકા પંચાયતની રાજયભરમાં પ્રથમો પ્રથમ એવી નવતર પહેલને આવકારતાં બાકીની ૧૨ ગ્રામ પંચાયતોમાં પણ આગામી સમયમાં કરોડોના અનેકવિધ વિકાસ કાર્યો હાથ ધરી અંજાર વિસ્તારને વિકાસના પથ પર મોખરે રાખવાનો તેમનો દ્રઢ સંકલ્પ વ્યકત કર્યો હતો.

શ્રી આહિરે ઐતિહાસિક અંજાર શહેરને પૂર્વ કચ્છનું વડું મથક બનાવવામાં કોઇપણ કચાશ નહીં છોડવાની આત્મિય ખાતરી આપતાં ગઇકાલે જ પૂર્વ કચ્છની ખાણ ખનિજ કચેરીનો શુભારંભ કર્યો અને તે પહેલાં આરટીઓ કચેરી, અંજાર-રતનાલમાં બે આઇ.ટી.આઇ., પાણી પુરવઠા અંજાર સર્કલ, જિલ્લા કક્ષાના પીજીવીસીએલ, ગેટકો કાર્યાલયો સ્થપાયાં તો ભૂકંપ-૨૦૦૧માં શહીદ ભૂલકાંઓના સ્મરણાર્થે બિર બાળ ભૂમિ, સ્મારકનું કરોડોનું કામ પુરજોશે શરૂ કરી દેવાયાનું હર્ષોલ્લાસ વચ્ચે જણાવતાં જનતા જર્નાદન, કાર્યકરગણ માટે તેમણે કાયમની અનુકંપા લાગણીઓ વર્તી છે ત્યારે વખત આવે એકજુટતા, વફાદારીને સમયનો તકાદો ગણાવતાં વિપક્ષી ગામોમાં પણ સમભાવ, સદભાવ દાખવ્યો છે તેવું છાતી ઠોકીને જણાવ્યું હતું.

આ પ્રસંગે તાલુકા પંચાયત અંજારના નિવૃત સેવકજનશ્રી નારાણભાઇને તેમના નિવૃતિ લાભના લાખેણા ચેક મહાનુભાવો સાથે એનાયત કરતાં નારાયણભાઇ સેવકને નિવૃતિ જીવન સુખમય તંદુરસ્તી ભર્યુ વિતે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે અંજાર તાલુકા ભાજપા પ્રમુખશ્રી શંભુભાઇ આહિરે અજેપાળ ચૌહાણની અણનમ નગરી અંજારને કચ્છની તેમજ પૂર્વ કચ્છની આન-બાન અને શાન ગણાવતાં તેમના સમેત સમગ્ર ટીમ રાજયમંત્રીની સાથે ખભે ખભા મેળવી વિકાસ રાહને ઓર ઉજ્જવળ કરીને જ રહેશે તેવો તેમનો દ્રઢ નિર્ધાર વ્યકત કરતાં અંજારનું જર્જરીત પંચાયત ગેસ્ટ હાઉસ સહિત તાલુકાના વિકાસની અન્ય માંગણીઓ રજુ કરતાં રાજયમંત્રીશ્રીએ તત્કાળ પ્રતિસાદ આપતાં જરૂરી કાર્યવાહીમાં કોઇ વિલંબ નહીં થાય તેવું જણાવ્યું હતું.

જિલ્લા ભાજપા મહામંત્રીશ્રી વલમજીભાઇ હુંબલ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જીવા શેઠ, અંજાર તાલુકા પંચાયત ઉપપ્રમુખ જયોત્સનાબેન દાસે પ્રાસંગિક પ્રવચનોમાં રાજયમંત્રીશ્રી દ્વારા ગત ટર્મમાં રૂ.૨૭૦૦ કરોડના વિકાસ કામોને એકમેવ, અદ્રિતીય ગણાવતાં અંજાર સમેત કચ્છ પ્રદેશ માટેની તેમની ખેવના, સંવેદનાને અનુકરણીય લેખાવી હતી.

પ્રારંભમાં પ્રસંગ પરિચય, શાબ્દિક આવકાર અંજાર ટીડીઓશ્રી ચાવડાએ પાઠવ્યો હતો. તો મંત્રીશ્રી, મહાનુભાવોનું કચ્છી પાદ્ય, તરવાર, શાલ, પુષ્પે સ્વાગત અંજાર તાલુકા પંચાયત પ્રમુખશ્રી ગોવિંદભાઇ ડાંગર, ઉપપ્રમુખ જયોત્સનાબેન દાસ, કારોબારીશ્રી બાબુભાઇ મરંડ, તા.પં.સભ્યશ્રી બાલાસરા, અરજણભાઇ માતા, સામાજિક ન્યાય સમિતિના શ્રી નરેશભાઇ થારૂ, સદસ્યો તથા તાલુકા પંચાયત પરિવારે કર્યુ હતું.

કાર્યક્રમનું સંચાલન તાલુકા ભાજપાના મંત્રીશ્રી કાના શેઠ, આભારદર્શન મંત્રીશ્રી મશરૂભાઇ રબારીએ કર્યુ હતું.

આ પ્રસંગે તાલુકા ખરીદ વેચાણ સંઘના સામજીભાઇ આહિર, જિલ્લા ભાજપા ઉપપ્રમુખ ગોવિંદભાઇ કોઠારી, એપીએમસીના  વેલાભાઇ ઝરુ, તા.પં.સભ્ય નુરમોહમંદ ગાધ, દેવજીભાઇ સોરઠીયા, રાંભઇબેન ઝરુ, શ્રેયાબા બહેન, ભગવતીબેન, જમીન વિકાસ બેંકના મહાદેવભાઇ આહિર, મનરેગાના મનજી આહિર, ક્રિપાલસિંહ ઝાલા, શહેર ભાજપાના સંજય દાવડા, લવજીભાઇ સોરઠીયા, અંજાર નાયબ કલેકટરશ્રી વિજય રબારી, અગ્રણી ધનજીભાઇ તથા મનુ મહારાજ, માદેવાભાઇ મેમા, વરિષ્ઠશ્રી ભચુબાપા, આચાર્યશ્રી સિંધવ, ઈન્ચાર્જ મામલતદારશ્રી બાયડ, વાસ્મોના ડીમ્પલબેન શાહ, માહિતીના દિલીપસિંહ રાઠોડ, શૈલેષ પટેલ, દિવ્યાંગ આઇકોન નંદલાલ આહિર, સરપંચશ્રીઓ, ઉપસરપંચો, અગ્રણીઓ, અંજારના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.(૨૩.૨)

(12:20 pm IST)