Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

ગોંડલ અને પારડીમાં જુગારના દરોડાઃ ૧૧ પતાપ્રેમીઓ પકડાયા

રાજકોટ તા.૧૦: ગોંડલ અને પારડીમાં જુગાર રમતા ૧૧ પતાપ્રેમીઓ પોલીસની ઝપટે ચડી ગયા હતા.

પ્રથમ દરોડામાં ગોંડલ સીટી પો.સ્ટે.ના પીઆઇ રામાનુજ, પી.એસ.આઇ. એસ.એમ. રાદડિયા, એચ.સી. કુલદિપસિંહ રાઠોડ, ધનુભા જાડેજા ગોંડલ સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પીસી કુલદિપસિંહ રાઠોડને હકીકત બાતમી મળતા ગોંડલ વોરાકોટડા રોડ પર આવેલ કડવાણી નગરમાં જુગાર રમતા ૪ શખ્સો ઝડપાયા. આરોપી (૧) સુનિલભાઇ ગુણવંતભાઇ પારેખ, (ર) શની રમેશભાઇ ચોૈહાણ રહે. કેલાશ બાગ (૩) ધીરુભાઇ ટપુભાઇ હિરપરા રહે. આસોપાલવ સોસાયટી ગોંડલ (૪) જીજ્ઞેશભાઇ ચંદુભાઇ સોલંકી રહે. વોરાકોટડા રોડ કડવાણી નગર ગોંડલ તેમજ રોકડ રૂ. ૧૧૦૭૦/- તથા મોબાઇલ કિ. રૂ. ૩૦૦૦/- કુલ મુદ્દામાલ ૧૪૦૭૦/- મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

બીજા દરોડામાં શાપર-વેરાવળના હેડ કો. રોહિતભાઇ બકોત્રા સહિતના સ્ટાફે પારડી ગામે બાબા પાન એન્ડ કોલ્ડ્રીંકની દુકાન પાસે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) દિલીપ નાથભાઇ મકવાણા રહે પારડી ગામ વેલનાથ સો.સા. શેરીન. ૪ તા. લોધીકા (૨) હકાભાઇ આલાભાઇ બગડા રહે પારડી ગામ સહજાનંદ સો.સા. પડવલા રોડ, તા. લોધીકા (૩) સંદીપ દેવશીભાઇ સાદીયા રહે પારડી ગામ રાજનગર સો.સા. શેરીનં. ૧ પડવલા રોડ તા. લોધીકા (૪) પ્રવિણ મુળજીભાઇ મહીડા રહે પારડી ગામ વેલનાથ સો.સા. શેરીનં.૧ પડવલા રોડ તા.લોધીકા (૫) અનીલભાઇ રમેશભાઇ મકવાણા રહે. પારડી ગામ વેલનાથ સો.સા. શેરીનં.૪ તા. લોધીકા, (૬) મયુરભાઇ નરેશભાઇ ચાવડા રહે પારડી ગામ સહજાનંદ સો.સા. તા. લોધીકા તથા (૭) વિજયભાઇ નાથાભાઇ મકવાણા જાતે અનુજાતિ ઉ.વ.૨૯ ધંધો મજુરી રહે પારડી ગામ વેલનાથ સો.સા. શંરી નં. ૪ તા. લોધીકાને રોકડા રૂ. ૧૦,૨૫૦ અને ગંજીપતા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.(૧.૧૦)

(12:19 pm IST)