Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

મેંદરડાના ત્રણ ગામની સીમમાં ચાલતા જુગાર ધામનો પર્દાફાશ

જુનાગઢના ઇવનગરમાં પણ જુગાર દરોડો

જુનાગઢ તા.૧૦: મેંદરડાના ત્રણ ગામની સીમમા ચાલતા જુગારધામનો પોલીસે પર્દાફાશ કરી ૨૧ જણાને જુગાર રમતા પકડી પાડ્યા હતા.

એસપી સૌરભસિંઘની સુચના મુજબ પોલીસે જુગારીઓ સામે લાલ આખ કરી છે.

મેંદરડાના પી.એસ.આઇ ગઢવીના માર્ગદર્શન હેઠળ રાત્રે પોલીસ કોન્સ્ટેબલ હિતેષ બલદાણીયા વગેરેએ ખડપીપળી ગામની સીમમાં દરોડો પાડ્યો હતો.

અહિથી પોલીસે લાઇટના અજવાળે જુગાર રમતા સુનીલ હરિ ભાડ, નિલેશ બાબુ પટેલ, દિપક ભગવાનજી મારડીયા સહિત ૧૦ જણાને રૂ.૬૨.૫૧૦ની રોકડ સાથે જુગાર રમતા પકડી લીધા હતા. પોલીસે જુગારીઓ પાસેથી રોકડ તેમજ  બે મોટર સાયકલ સહિત રૂ.૯૨૫૧૦નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ જ પ્રમાણે મેંદરડાના ચાંદ્રાવાડી ગામની સીમમાંથી પોલીસકર્મી રાકેશ ડોબરીયા વગેરેએ જાહેરમાં જુગાર રમતા હતા. બાબુ બોઘરા, ભીખા દેવરાજ મહેશ અને અન્ય શખ્સોને રૂ.૩૦૩૨૦ની રકમ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા.

ઉપરાંત મેંદરડાના કોન્સ્ટેબલ ભાવિન બોરખતરીયા વગેરેએ નાની ખોડિયારની સીમમાંથી રજાક નુરમહમદ, જીજ્ઞેશ હંસરાજ ત્રાપસીયા, સહિત પાંચ જણાની રૂ.૩૦૩૮૦ સાથે જુગાર સબબ ધરપકડ કરી હતી.

જુનાગઢ તાલુકાના ઇવનગર ગામે પી.એસ.આઇ બી.જે. વાળાએ દરોડો પાડીને અમૃત દેવશી ત્રાબડીયા સહિત ૧૨ શકુનીને રૂ.૩૮૯૨૦ સાથે જુગાર રમતા પકડી લીધા હતા.(૮.૧૦)

(12:19 pm IST)