Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

સંબંધ રાખવાની ના પાડનાર યુવતીનું ભુજના ચાર શખ્સોએ અપહરણ કરતા ચકચાર

ભુજ તા. ૧૦ : માધાપર ગામે રહેતી ૩૫ વર્ષીય પરિણીતાએ પોતાની સાથે બળજબરી સંબધ બાંધવા ઇચ્છતા ભુજના શખ્સ અને તેના સાગરીતો સામે અપહરણ અને માર મારવાની ફરિયાદ નોંધાવી છે.

માધાપર ના બીપીન ભટ્ટ નગરમાં રહેતી ૩૫ વર્ષીય યુવાન પરિણીતાએ તેનું મુકીમ મામદ સમા તેમજ તેના અન્ય સાગરીતો મામદ ઇસ્માઇલ સમા, જુમ્મા અલાના સમા, હનીફ પેથા સમા એ બોલેરો ગાડીમા આવીને તેણી ને જાહેર રોડ પર થી વાળ પકડી ઘસડી ગાડી માં બેસાડી ભુજ ના કેમ્પ વિસ્તાર માં એક મકાન મા લઈ જઈ કપડાં ફાડી છેડતી કરી નિર્લજ્જ હુમલા સાથે માર માર્યો હોવાની ફરિયાદ કરી છે. ભુજ બી ડીવીઝન પીઆઇ વી. કે. ખાંટે આ બનાવની તપાસ હાથ ધરી છે.(૨૧.૧૭)

(12:18 pm IST)