Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

શ્રી સોમનાથ મહાદેવને અન્નકુટ શ્રૃંગારઃ કર્ણાટકના રાજયપાલ વજુભાઇવાળાએ દર્શન-આરતીનો લાભ લીધો

સોમનાથ મહાદેવનાં દર્શને શ્રાવણ માસનાં અંતિમ દિવસે લોકોનાં ઘોડાપૂર જોવા મળેલ અને મંદિર વહેલી સવારનાં ખૂલતાની સાથે લાંબી કતારો જોવા મળેલ અને સોમનાથ મહાદેવનાં દર્શન કરીને લોકો ધન્ય થયા હતા. શ્રાવણના અંતિમ દિવસે અન્નકુટનો શ્રૃંગાર કરાયો હતો. વહેલી સવારનાં પ્રાતઃ આરતીમાં કર્ણાટકના ગવર્નર વજુભાઇ વાળા પણ પરિવાર સાથે દર્શન અને આરતીનો લાભ લઇ ધન્ય થયા હતા.  આ તકે વજુભાઇ વાળાએ વિશેષમાં જણાવેલ કે શ્રાવણમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ સંસ્કૃતિ મુજબ શંકરની આરાધનાનો મુખ્ય હેતુ છે પ્રથમ જયોર્તિલિંગ સોમનાથ મહાદેવનાં મંદિરનો જીર્ણોધ્ધાર માટે સરદાર પટેલને યાદ કરેલ. લાખો લોકો ભગવાન શંકરના આર્શિવાદ મેળવી સારા સામાજીક કાર્યોની પ્રેરણા મેળવી કાર્યો કરતા હોય છે અને સર્વ લોકોનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરેલ હતી.(૨૩.૬)

(12:17 pm IST)