Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

શ્રાવણી અમાસે સોમનાથ ત્રિવેણી સંગમે સ્નાન કરવા ભાવીકો ઉમટયા

તપ-જપ અને ઉત્સવના ત્રિવેણી સંગમ સમાન શ્રાવણ માસની ગઇકાલે પુર્ણાહુતિ થઇ છે. સોમનાથ ખાતે હિરણ-કપિલા અને સરસ્વતીના પવિત્ર સંગમ સ્થાને શ્રાવણી અમાસના પાવન પર્વે સ્નાનનું ખુબ જ મહત્વ છે. ચંદ્રને જયોતિ મળી, પૃથ્વી પર પ્રકાશ ફેલાયો અને સ્વંય મહાદેવ સોમેશ્વર  સ્વરૂપ પ્રથમ જયોતિલીંગ  સોમનાથમાં બિરાજમાન થયા હતા. શ્રાવણી અમાસના સંેકડો ભકતોએ સોમનાથ મહાદેવના દર્શનનો લ્હાવો લીધો હતો.  અને પ્રવિત્ર  ત્રિવેણી સંગમ તટે  સ્નાન કયું હતુ. ભકતો દ્વારા સોમનાથ મહાદેવને રવિવારે ૧૫ જયારે શ્રાવણમાસમાં કુલ ૨૩૧ ધજાઓ ચડાવવામાં આવી હતી. આ ઉપરાંત ૯૪ સવાલક્ષ બિલ્વપુજાસ ૬૦ શ્રાવણ શ્રુંગાર દર્શન સહિત પુજાઓ યોજવામાં આવી હતી. (૪૦.૪)

(12:16 pm IST)