Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

કચ્છમાં સૂર્ય ફરતે રચાયું ગોળાકાર મેઘધનુષ

રણપ્રદેશ કચ્છ અને એની આસપાસના ત્રણસો કિલોમીટરના વિસ્તારમાં ગઇકાલે બપોરે સૂર્યની ફરતે પૂર્ણ મેઘધનુષ્ય જોવા  મળતાં કોૈતુક સર્જાયું હતું. કેટલાક ખગોળકસીકોએ પણ આ અદભુત કુદરતી કરિશ્માને કેમેરામાં કેદ કરી લીધો હતો. કચ્છમાં જિલ્લા મથક ભુજ સહિત વાગડ સુધીના વિસ્તારોમાં ઠેર-ઠેર સુર્ય ફરતેનું કુંડાળું દેખાંતા લોકોએ રેમાંચ અનુભવ્યો હતો. આ  વિશે કચ્છ એમેટર એસ્ટ્રોનોમી કલબના પ્રમુખ નરેન્દ્ર ગોરે જણાવ્યું હતું કે ' પૃથ્વીની સપાટીથી પર પાંચથી દશ કિલોમીટરના વાતાવરણમાં રહેલૉ વાદળોનાઆઇસ કિસ્ટલ્સમાંથી પાસાર થતાં સુર્ય કિરણોના પ્રકાશનું ૬૦ ડિગ્રી જેટલું પરાવર્તન થાય ત્યારે આવું  કૂંડાળુ રચાતું હોય છે જે ત્રણસોથી ચારસો કિલોમીટરના વિસ્તારમાં દશ્યમાન થતું હોય છે. ખગોળની ભાષામાં આ કૂંડાળા ને સન હેલો કહે છે. એવી પણ માન્યતા પ્રવર્તે છે કે આવું થયાના થોડાક દિવસમાં ખૂબ સારો વરસાદ થાય છે.

(12:16 pm IST)