Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

પોરબંદર રાણાવાવ અને કુતિયાણામાં સજ્જડ બંધ પળાયોઃ પોલીસ બંદોબસ્ત

પોરબંદર તા.૧૦: પેટ્રોલ - ડિઝલના ભડકે બળતા ભાવ સાથે વધતી મોંઘવારી સામે ભારત બંધના એલાનના પગલે પોરબંદર જિલ્લામાં પોરબંદર રાણાવાવ અને કુતિયાણામાં સજ્જડ બંધ પળાયો છે. બંધ દરમિયાન જિલ્લામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

પોરબંદરના એમ.જી.રોડ, એસવીપી રોડ સુતારવાડી તથા મુખ્ય બજારો બંધ રહી હતી. શાળા કોલેજમાં રજા પાડી દેવામાં આવી છે.કુતિયાણામાં મુખ્ય બજારો સહિત સ્થળોએ બંધ પળાયો છે રાણાવાવમાં પણ બંધની અસર જોવા મળી છે.(૮.૭)

(12:15 pm IST)