Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

કેશોદ ભડકે બળતા પેટ્રોલ-ડિઝલના ભાવવધારાના વિરોધમાં બંધ

કેશોદ તા.૧૦: પેટ્રોલ-ડીઝલના ભડકે બળતા ભાવના વિરોધમાં આપવામાં આવેલ ભારત બંધના એલાનના અનુસંધાને કેશોદ શહેરની લગભગ મોટા ભાગની દુકાનો બંધ રહેવા પામેલ છે.

ચા-પાન જેવી કેટલીક દુકાનો બાદ કરતા કાપડ બજાર, હોલસેલ ધંધાર્થીઓ સહીતની દુકાનો બંધ રહેવા પામેલ છે.

શહેર બંધના પગલે પી.આઇ. ઝાલાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવેલ છે.(૮.૧૨)

 

(12:14 pm IST)