Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

ગોંડલમાં રાજકોટના યુવાનના બેંક ખાતામાંથી ગઠીયો ૮૪,પ૦૦ રૂા. ઉપાડી ગયો

ગોંડલ, તા., ૧૦: શહેરમાં એસબીઆઇ બેંકમાં રાજકોટના યુવાનના ખાતામાંથી ૮૪,પ૦૦ની મતા કોઇ ગઠીયો ઉપાડી જતા પોલીસમાંફરીયાદ થઇ છે. મળતી વિગતો મુજબ રાજકોટના ૧પ૦ ફુટ રીંગ રોડ ઉપર આવેલા બાલાજી પાર્કમાં રહેતા સુરેશભાઇ બાબુભાઇ સોરઠીયા દ્વારા સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવવામાં આવી છે કે ગોંડલ કૈલાસ બાગ રોડ ઉપર આવેલ એસબીઆઇ શાખાના પોતાના એકાઉન્ટમાંથી કોઇ અજાણ્યો શખ્સ જુદા જુદા સમયે ૮૪,પ૦૦ ઉપાડી કરી છેતરપીંડી કરી ગયેલ છે. પોલીસે આઇપીસી કલમ ૪૦૬, ૪ર૦ તેમજ ઇન્ફોર્ગેશન એકટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ એસ.ઓ.જી. આર.આર.સેલને સોંપવામાં આવી છે.

(12:09 pm IST)