Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

મોંઘા ઇંધણના વિરોધમાં જુનાગઢ શાંતિપૂર્ણ રીતે મિશ્ર બંધ

જુનાગઢ તા. ૧૦ : મોંઘવારીના વિરોધમાં આજ સવારથી જુનાગઢના ઝાંઝરડા રોડ સહિતના વિસ્તારો મિશ્ર બંધ રહ્યા છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે બંધનો એકંદરે શાંતિપૂર્ણ પ્રારંભ થયો હતો.

પેટ્રોલ-ડીઝલની વધતી કિમતના વિરધમાં આજે સવારથી કોંગરેસ દ્વારા ર૧ રાજકીય પ્રશ્નોના ટેકા સાથે ભારતબંધનુ એલાન આપવામાં આવ્યું છે.

ભારત બંધના એલાન મુજબ જુનાગઢમાં સવારે ૯ થી બંધનો પ્રારંભ થયેલ બપોરના ૩સુધી એટલે કે છ કલાકના બંધના ટેકામાં જુનાગઢ શહેરના ઝાંઝરડા રોડ, કાળવા ચોક અનેએમ.જી.રોડ વિસ્તારમાં વેપારીઓએ પોતાની દુકાનો વેપાર ધંધા સવારથી બંધ રાખ્યા હતા.

જુનાગઢના અન્ય વિસ્તારોમાં બંધની અસર જલ્વત રહી હતી.

આજના બંધના એલાનને સફળ બનાવવા માટે ધારાસભ્ય ભીખાભાઇ જોષી, જુનાગઢ શહેર કોંગ્રેસના પ્રમુખ વિનુભાઇ અમીપરા તેમજ કોંગી આગેવાનો હસમુખભાઇ ત્રાંબડીયા, પંકજ ભરડા, ભીખાભાઇ કાછડીયા, જેન્તીભાઇ વાહાવી, ચુનીભાઇ પનારા વગેરેએ જહેમત ઉઠાવ હતી.

ભારત બંધના એલાન છતા જુનાગઢની શાળા-કોલેજોમાં શૈક્ષણીક કાર્ય રાબેતા મુજબ રહ્યું હોવાનું જાણવા મળેલ છે.

જુનાગઢમાં બંધ દરમ્યાન કાયદો-વ્યવસ્થા જળવાય રહે તે માટે એસ.પી. સૌરભસિંહ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છ.

(12:05 pm IST)