Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

ભારત બંધના એલાનના પગલે જુનાગઢમાં કડક પોલીસ બંદોબસ્ત

 જુનાગઢ, તા.૧૦: કોંગ્રેસ દ્વારા ભાવ વાધારા સામ આપેલ ભારત બંધના એલાન દરમ્યાન સવારથી જ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.

જુનાગઢ રેન્જ આઇજીપીશ્રી સુભાષ ત્રિવેદીએ રેન્જ હેઠળના જુનાગઢ એસપી શ્રી સૌરભસિંધ અને પોરબંદર એસપી શ્રી પાર્થરાજસિંહ ગોહિલ ગીર સોમનાથના એસપી રાહુલ ત્રિપાઠીને આ બંધના એલાન દરમ્યાન કોઇ અનિરછનીય બનાવનબને તે માટે સતત સંપર્ક રહી બંદોબસ્ત જાળવવા કરેલ આદેશના પગલે જુનાગઢના એસપી શ્રી સૌરભસિંઘના માર્ગદર્શન હેઠળ સવારના ૭ વાગ્યાથી એલસીબીના ઇચાથી આઇઆરકે ગોહિલ તથા સ્ટાફ તેમજ ઓસઓજીના ઇચા પીઆઇ જે એમ વાળા તથા તેની ટીમ અને કયુઆરટી સ્કવોડના પી એસ આઇ એસ એસ યાદવ, ડી આર વંશ તથા તેમનો સ્ટાફ તાલુકા પી એસ આઇ પીબી લકકડ અને એડીવીઝન બીડીવીઝન સીડીવીઝન નો સ્ટાફ સવારથી રાઉન્ડ ઘરલોક પેટ્રોલીંગ હાથ ઘયું છે અને પરિસ્થિતી ઉપર ચાંપતી નજર રાખી રહેલ છે.

(11:57 am IST)