Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

સુરેન્‍દ્રનગર જિલ્લો સજ્જડ બંધઃ એસ.ટી. વ્‍યવહાર ઠપ્‍પ

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં સુરેન્‍દ્રનગર, વઢવાણ, ધ્રાંગધ્રા, લીંબડી, જોરાવરનગર સહિત તમામ શહેરો-તાલુકા મથકોમાં શાળા-કોલેજો પણ બંધ

તસ્‍વીરમાં સુરેન્‍દ્રનગરમાં એસ.ટી. સહિતની સેવાઓ બંધ રહી હતી અને કોંગ્રેસે ભાવવધારા સામે આક્રોશ ઠાલવ્‍યો હતો.(તસ્‍વીરઃ ફઝલ ચોૈહાણ,વઢવાણ)

વઢવાણ તા.૧૦: કોંગ્રેસના ભારત બંધના એલાનના પગલે સુરેન્‍દ્રનગર -વઢવાણ-જોરાવરનગર -લીંબડી-ધ્રાંગધ્રા-ચોટીલા સહિતના ગામો આજે બંધના એલાનના મુદ્દે જોડાયા છે.

સુરેન્‍દ્રનગર જિલ્લા પ્રમુખ મનુભાઇ પટેલ-ખેડૂત આગેવાન મોહનભાઇ પટેલ, ધારાસભ્‍ય લીંમડી સોમાભાઇ પટેલ, ધ્રાંગધ્રાના સાબરીયા, ચોટીલાના ઋત્‍વીક મકવાણા દસાડાના નોૈશાદભાઇ સોલંકી તેમજ કમલેશ કોટેચા, નરેન્‍દ્ર મુજપરા, ગિરીરાજસિંહ ઝાલા તેમજ અનેક કોંગ્રેસના યુવા વર્ગ આજે આ બંધના એલાનના સમર્થનમાં જોડાયા છે ત્‍યારે સુરેન્‍દ્રનગર -વઢવાણ -જોરાવરનગર અને સુરેન્‍દ્રનગર જિલ્લાના તમામ ગામો આજે ભારત બંધના એલાનના મુદ્દે બંધમાં જોડાયા છે.

ત્‍યારે સુરેન્‍દ્રનગર શહેર અને જિલ્લામાં આજે સવાર થી જ એસ.ટી. બસોનો વ્‍યવહાર સંપુર્ણપણે બંધ છે. સુરેન્‍દ્રનગર જિલ્લાની તમામે તમામ શાળાઓ પણ મોંઘવારીના મુદ્દે આપવામાં આવેલા ભારત બંધના એલાનમાં ટેકો જાહેર કરી અને શાળા કોલેજો પણ સંપુર્ણપણે બંધ રહી છે.

સુરેન્‍દ્રનગર જિલ્લા ભરમાં આજે આ અપાયેલા ભારત બંધના એલાનના પગલે આજે સુરેન્‍દ્રનગર જિલ્લાના તમામ પેટ્રોલપંપો ગેસના પંપો પણ બંધના એલાનના પગલે જોડાયા છે.

ત્‍યારે સુરેન્‍દ્રનગર શહેર સવાર થી જ જડબેસલાક બંધ રહયા છે ત્‍યારે સુરેન્‍દ્રનગર શહેરના વેપારીઓ દ્વારા સ્‍વૈચ્‍છિક બંધ રાખી અને આ મોંઘવારીનો જબ્‍બર જસ્‍ત વિરોધ દર્શાવ્‍યો છે.

જિલ્લાના ધારાસભ્‍યો અને પટેલ મોહનલાલ ખેડૂત આગેવાનો દ્વારા સંયમ જાળવવા શાંતિ સાથે બંધ કરાવવા માટેની કાર્યકરોને અપિલ કરવામાં આવી રહી છે. ત્‍યારે પોલીસ બંદોબસ્‍ત પણ શહેરમાં ગોઠવવામાં આવ્‍યો છે, એકંદરે શાંત વાતાવરણ વચ્‍ચે જિલ્લો બંધ હોવાનું જાણવા મળી રહયું છે.

(11:26 am IST)