Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

સોમનાથ મહાદેવ મંદિરની શ્રાવણમાસ દરમિયાન રૂ.૪.પ૪ કરોડની આવક થઇ

પ્રભાસપાટણ તા. ૧૦ : સોમનાથ મહાદેવના મંદિરે વર્ષ દરમ્યાન લોકોનો ધસારો રહેતો હોય છે પરંતુ શ્રાવણમાસમાં વિશેષ ધસારો જોવા મળે છે. અને વર્ષ દરમ્યાન શ્રાવણ માસમાં સોમનાથ ટ્રસ્ટની આવકમાં પણ વધારો થતો હોય છે. અને આ વર્ષે પણ આ આવકમાં વધારો થયેલ છે.

આ વર્ષે તા. ૬/૯/૧૮ સુધીમાં સોમનાથ ટ્રસ્ટ હસ્તકના ગેસ્ટ હાઉસ, ભોજના લયો, પ્રસાદી, સાહિત્ય, પુજા વિધિ, ગોખલબોક્ષ (દાનપેટી) સહિતની તા. ૬/૯/૧૮ સુધીમાં ૪ કરોડ અને ૪પ લાખની આવક થયેલ છે. હજુ ૯/૯/૧૮ ના રોજ શ્રાવણ માસ પૂર્ણ થવાનો છે તો આ શ્રાવણ માસમાં પ કરોડ આવક થવાની શકયતા છે. ગત શ્રાવણ માસમાં ૪ કરોડ અને ૮પ લાખની આવક થયેલ હતી પ્રમાણમાં આ વર્ષે આવક વધવાની શકયતા છે.

તા.૬/૯/૧૮ સુધીની મંદિરની આવકના આકડા જોઇએ તો (૧) ગોખલબોક્ષ (દાનપેટી) ૧૦પ લાખ, (ર) પુજા વિધિ ૬૪.૮૧ લાખ, (૩) પ્રસાદી ૧પ૯ લાખ, (૪) સાહિત્ય કાઉન્ટ ર૭ લાખ, (પ) વાહન પાર્કિંગ ૮.૪૪ લાખ, (૬) ગેસ્ટહાઉસ ૮૦.૭૩ લાખ મળી કુલ રૂ. ૪૪૪.૯૮ લાખ આવક થયેલ છે.(૬.૪)

 

(9:29 am IST)