Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

અમરેલી;ચાંદગઢમાં પાક નિષ્ફ્ળ જતા અને દેવું વધતા ખેડૂતનો આપઘાત: પત્નીએ પણ ઝેર ગટગટાવ્યુ : ચકચાર

વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ લીધી પીડિત પરિવારની મુલાકાત

અમરેલી જીલ્લાના ચાંદગઢ ગામમાં એક ખેડૂતે પાક નિષ્ફળ જતા અને દેવુ વધી જતા આખરે જીવન ટુંકાવી લેતા ચકચાર મચી ગઈ છે.

   પ્રાપ્ત મહાહિતી અનુસાર, અમરેલીના ચાંદગઢ ગામમાં રહેતા એક ખેડૂતે પાક નિષ્ફળ જતા, અને દેવું વધી જતા આપઘાત કરી લેતા પુરા પંથકમાં ચકચાર મચી ગઈ છે. એટલું જ નહી ખેડૂતે આપઘાત કરી લેતા તેમના પત્નીએ પણ પતિના વિયોગમાં ઝેર ગટગટાવી લઈ આપઘાતની કોશિસ કરી છે. હાલમાં ખેડૂતની પત્નીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
   ખેડૂતના આપઘાતની વાત વાયુવેગે પંથકમાં ફેલાતા, અમરેલીના ધારાસભ્ય અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી પીડિત ખેડૂત પરિવારના ઘરે પહોંચ્યા હતા. અહીં તેમણે પીડિત પરિવારને આશ્વાસન આપી દુખ વ્યક્ત કર્યું હતું. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ મૃતકના પરિવારને મળી રાજ્ય સરકારની નિષ્ફળતા પર આકરા પ્રહાર પણ કર્યા હતા અને ખેડૂત પરિવારને બનતી મદદ કરવાની હૈયાધારણા પણ આપી હતી.

(7:17 pm IST)